કેન્દ્રની ટિમ આજે અછતગ્રસ્ત મોરબી જિલ્લાની મુલાકાતે

- text


 

પ્રથમ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સાચો તાગ મેળવશે

મોરબી : કેન્દ્ર સરકારની એક ટિમ અછતગ્રસ્ત મોરબી જિલ્લાની સ્થિતિનું મૂલ્યાંકન કરવા આજે મોરબી આવી રહી છે. કેન્દ્રની આ ટિમ પ્રથમ મોરબી જિલ્લાના અધિકારીઓ સાથે ગહન ચર્ચા વિચારણા કર્યા બાદ અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સાચી સ્થિતિનો તાગ મેળવશે.

સુત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર રાજ્ય સરકારે મોરબી જિલ્લાનો અછતગ્રસ્તમાંં સમાવેશ કર્યા બાદ મોરબી જિલ્લામાં અછતની કેવી સ્થિતિ છે તેની રૂબરૂ સમીક્ષા કરવા માટે આજે કેન્દ્રની એક ટિમ મોરબી જિલ્લાની મુલાકાતે આવી રહી છે. આજે કેન્દ્રની ટીમ મોરબી જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા બાદ પ્રથમ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી જિલ્લાની અછતગ્રસ્ત ગામોની  સ્થિતિનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરશે.ત્યારબાદ આ ટિમ સ્થાનિક અધિકારીઓ સાથે ચારેક ગામોની મુલાકાત લઈને સમગ્ર અછતગ્રસ્ત સ્થતિનો સાચો તાગ મેળવશે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારની આ ટિમ ગુજરાત રાજ્યના પાંચ અછતગ્રસ્ત જિલ્લાની મુલાકાત લેનાર છે.તેમાં મોરબી જિલ્લાનો સમાવેશ થયો છે.મોરબી જિલ્લામાં અપૂરતા વરસાદથી અછતની ગંભીર સ્થિતિ હોવાથી આ જિલ્લાને કેટલી સહાય મળશે તે આ કેન્દ્રની ટીમના મુલ્યાંકન પર મદાર રાખશે.

 

- text