મોરબીમાં ભરણપોષણ ન ચૂકવનાર પતિને ૧૪૦ દિવસની સજા

- text


મોરબી : મોરબીમાં પત્નીએ પતિ સામે કરેલા ભરણપોષણના કેસમાં ૨૦ માસ થવા છતાં પતિએ ભરણપોષણનું વળતર ન ચૂકવતા આ અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી પતિને ૧૪૦ દિવસની સજા ફટકારી છે

આ કેસની વિગતો જોઈએ તો મોરબીમાં રહેતા અમીતાબેન રાજેશભાઈ સોલંકીએ અગાઉ તેમના પતિ વિરુદ્ધ ભરણપોષણનો કેસ કર્યો હતો.પરંતુ પતિ ૨૦ માસ વીતી જવા છતાં પત્નીને ભરણપોષણનું વળતર ન ચૂકવતા રૂ.૧.૧૦ લાખની રકમ ચડત થઈ જતા આ અંગેનો કેસ આજે મોરબી એડિશનલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષના વકીલ એમ.જે.ઝાલા તથા યોગરાજસિંહ જાડેજાની દલીલોના આધારે નામદાર કોર્ટે ભરણપોષણના કેસમાં આરોપીને કસૂરવાર ઠેરવી ૧૪૦ દિવસની કેદની સજા ફટકારી છે.

- text

- text