હળવદના નાના એવા સમલી ગામનો યુવાન મર્ચન્ટ નેવીમાં પસંદગી પામ્યો

- text


હળવદની વિવેકાનંદ સાયન્સ એકેડમી(ન્યુ એરા) નું ગૌરવ વધાર્યું

હળવદ : હળવદ તાલુકાના નાના એવા સમલી ગામનો માલધારી સમાજનો યુવાન મર્ચન્ટ નેવીમાં પસંદગી પામતા સમગ્ર હળવદ તાલુકા અને ગામમાં હરખની હેલી ઉઠવા પામી છે.

હળવદમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતી વિવેકાનંદ સાયન્સ એકેડમી હળવદ દ્વારા સચોટ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર તેમજ ધોરણ ૧૨ સાયન્સ પછી આવતી વિવિધ પરીક્ષાઓ જેવી કે NEET, JEE, AIIMS, JIPMER, AIIMS NRSING, NDA, NEVY અને AIRFORCE સહિતની વિવિધ પરીક્ષાઓની તાલીમ થકી વિદ્યાર્થીઓને સાચા અને મનગમતા ક્ષેત્રે આગળ વધવા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે જેમાં નાના એવા સમલી ગામના વિદ્યાર્થી મુંધવા આનંદ દાનાભાઇને મર્ચન્ટ નેવીમાં કારકિર્દી ઘડવા મન બનાવી વિવેકાનંદ એકેડમિમાં ખુબજ મહેનત કરી તૈયારી કરતા મર્ચન્ટ નેવીમાં પસંદગી પામી એકેડમી અને સમગ્ર હળવદ પંથકનું ગૌરવ વધાર્યુ છે.

- text

ઉલ્લેખનીય છે કે વિવેકાનંદ સાયન્સ એકેડમી હળવદના વિદ્યાર્થીઓ ધોરણ ૧૨ સાયન્સમાં પણ હળવદ તાલુકા પ્રથમ હતા. તેમજ મેડિકલમાં અભ્યાસ માટે લેવામાં આવતી NEETની પરીક્ષામાં પણ તાલુકા પ્રથમ રહેલ હતા. NEET થકી MBBS માં 1. વરમોરા સાક્ષીબેન (દેવળીયા) 2. કૈલા ઈશિતાબેન (વેજલપર) 3. કાચરોલા તેજસ (મોરબી) ડોકટર બની એકડમીનું ગૌરવ વધાર્યુ છે.

- text