મોરબીના બેલા ગામે ટ્રક હડફેટે યુવાનનું મોત

- text


મોરબી : બેલા ગામ નજીક ટ્રક ચાલકે ડબલ સવાર બાઇકને હડફેટે લેતા બાઇકમાં બેઠેલા એક યુવાનનું મોત નીપજ્યું હતું.

આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મકનસર ગામે આવેલા ગોકુલનગરમાં ભાડાના મકાનમાં રહેતા અને સીરામીકમાં નોકરી કરતા મૂળ બિહારના વતની ઇન્દુમતી કુમાર અરુણસિંગ રાજપૂત અને દીપકભાઈ લગીનદાની ગઈકાલે રાત્રે પોતાના બાઇકમાં પાવડીયારીથી મકનસર ફરી રહ્યા હતા .ત્યારે મોરબીના બેલા ગામ પાસે પુરપાટ ઝડપે ધસી આવેલા એમ વી 43 એલ 1269 નંબરના ટ્રક ચાલકે આ ડબલ સવાર બાઇકને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં દીપકભાઈને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું .જ્યારે ઇન્દુમતી કુમારને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો .આ બનાવ અંગે તેણે ટ્રક ચાલક સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text