મોરબી નજીક ટેકટર પલ્ટી જતા તરુણનું મોત

- text


મોરબી : મોરબીના અમરાપર ગામે ટેકટર પલ્ટી જતા ટેકટરમાં બેઠેલો તરુણ ફંગોળાઈ જવાથી તેને ગંભીર ઇજા થવાથી તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આ બનાવની તાલુકા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર મોરબીના અમરાપર ગામે ગઈકાલે સાંજે ટેકટર ચાલક સુરેશ વેલજી જી જે 3 એસ એસ 6396 નંબરના ટેકટરમાં ઉદય (ઉ,વ,14)નામના તરુણને બેસાડીને વાડીએથી પરત ફરી રહ્યો હતો.તે સમયે ગામ નજીક અચાનક ટેકટર પલ્ટી જતા તેમાં બેઠેલો ઉદય નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ થવાથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાક અંગે મૃતકના કાકા હિતેષભાઇ અવચરભાઈ કોળીએ ટેકટર ચાલક સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેકટર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text