મોરબી ત્રિ-મંદિર ખાતે યોજાયો જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ

- text


મોરબી : GCERT ગાંધીનગર પ્રેરિત અને DIET રાજકોટ આયોજિત મોરબી જિલ્લા કક્ષાનો બે દિવસીય એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ ત્રિ-મંદિર ખાતે યોજાયો હતો.

આ એજ્યુકેશન ફેસ્ટિવલમાં મોરબી જિલ્લાની વિવિધ શાળાઓના ઇનોવેટિવ શિક્ષકોએ ભાગ લીધો હતો. જેમાં રમતા-રમતા વાંચન લેખન, જ્ઞાન સભર તરકીબો, વ્યવહારુ અંગ્રેજી શબ્દનો સ્પષ્ટ ઉચ્ચાર, મારો વર્ગ મારી દુનિયા, સોશિયલ મીડિયાથી શાળા અને સમાજનો સંગમ, ઘડતર માટેના ઘડિયા, સપાટ પાસો જેવા અદ્દભુત ૪૦ જેટલા નવતર પ્રયોગો રજૂ કરાયા હતા. આ નવતર પ્રયોગો નિહાળવા માટે મોરબી જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળામાંથી એક-એક શિક્ષકો આવ્યા હતા.

ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લેનાર તમામ શિક્ષકોનું શિલ્ડ અને પ્રમાણપત્રો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં બે દિવસ દરમ્યાન મોરબી જિલ્લા શિક્ષણાધિકારી બી.એન. સોલંકી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખ, DIET રાજકોટના પ્રાચાર્ય ડો. ચેતનાબેન વ્યાસ, GCERT ન્યારા એનર્જી એજ્યુકેશન ફાઉન્ડેશન કોર્ડિનેટર મેહુલભાઈ દુદકીયા, AIED મોરબી નિલેષભાઈ રાણીપા, રાજ્ય પ્રાથમિક શિક્ષકસંઘના ઉપપ્રમુખ શૈલેષભાઈ સાણજા તેમજ સંઘના અન્ય હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમમાં સંચાલન સોની કૌશિકભાઈ એ કર્યું હતું તેમજ કાર્યક્રમને સફળ બનાવવા DIET રાજકોટના સિનિયર લેક્ચરર મીનાક્ષીબેન રાવલ તથા દિપાલીબેન વડગામા, મોરબી જિલ્લાના તમામ તાલુકાના TPEO, મોરબી બી.આર.સી. ચિરાગભાઈ અને તેમની સમગ્ર ટીમએ ખૂબ જહેમત ઉઠાવી હતી.

- text

- text