મંગળવારે માળિયાના જશાપર ગામે હઝરત મહમદશાહ પીર ઉર્ષની ઉજવણી

- text


માળિયાના જશાપર ગામે હઝરત મહમદશાહ પીર ઉર્ષની ઉજવણી

માળીયા : માળિયા મીયાણાના જશાપર ગામ પાસે આવેલ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક હઝરત મહમંદશાહ પીર (ર.અ)નો ઉર્ષ મુબારક ની ઉજવણી મંગળવારના રોજ કરવામાં આવનાર છે.

મોરબી જીલ્લાના જશાપર ગામ પાસે આવેલ 350 વર્ષ થી વધુ જુની હઝરત મહમંદશાહ પીર (ર.અ) ની દરગાહ શરીફ આવેલ છે જયાં દર વર્ષે મુસ્લિમ ચાંદ રબ્બીઉલ્લ આખર ૧૦ ના રોજ ઉર્ષ મુબારક ની ઉજવણી કરવામાં આવે છે જે આ વર્ષે અંગ્રેજી તારીખ ૧૮/૧૨/૨૦૧૮ને મંગળવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સંદલ શરીફ ૧૧:૦૦ કલાકે વાયઝ શરીફ ૧૨:૩૦ કલાકે ન્યાજ શરીફનો કાર્યક્રમ યોજાનાર છે જેમા મુસ્લિમ સમાજ ના સુમરા, માજોઠી, મીયાણા, લાડગા, જુણેજા, પઠાણ, વાઘેર, જેવી અગિયાર સમાજના કર પીર હોવાથી ગુજરાતભરના આ સમાજના હજારો અનુયાયીઓ આ ઉર્ષ મુબારક માં હાજરી આપતા હોય છે.આ જગ્યાની એક ખાસિયત પણ છે દરગાહ શરીફ ત્રણ ગામડાના સીમાડાઓ વચ્ચે આવેલ છે મોટીબરાર જશાપર અને મોટાભેલા આ ઉપરોક્ત ત્રણેય ગામોમાં એકપણ મુસ્લિમ પરિવાર નથી રહેતો જેથી હઝરત મહમંદશાહ પીર દરગાહે મુસ્લિમ બીરાદરો સાથે સાથે આજુબાજુના ગામડાઓના હિન્દુ સમાજ ના લોકો ની પણ અપાર શ્રધ્ધા જોડાયેલ હોવાથી આ ઉર્ષ મુબારકમાં હિન્દુ સમાજ ના લોકો પણ હોસેહોસે ભાગ લેતા હોય છે આ પંથક માં એક ભાઇચારાનો સંદેશની સુવાસ પણ અનેરી જોવા મળતી હોય છે.

- text

આ ઉર્ષ મુબારક માં મોરબી શહેર ખતીબ હાજી રસીદમીયાબાપુ , ગુલામબાપુ , સલીમબાપુ વનાળિયા, તથા ફારુકબાપુ, ની નુરાની જુબાનથી તકરીર ફરમાવશે અને મહેમાન તરીકે મોરબી માળિયા ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે તેવુ હઝરત મહમંદશાહ પીર સેવા સમીતીના ઇનુશભાઇ સુમરાની એક અખબાર યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

 

- text