આને કહેવાય વિકાસ ! ગામડાઓમાં પાણી માટે પાઈપલાઈન નહી પરંતુ કુવો ખોદાશે

- text


વર્ષોથી પાણીની પળોઝણથી પિલાતા ગજડીની તરસ કુવો સંતોષી શકશે ? કે પછી લાખો નો ખર્ચ પાણીમા જશે સો મણ નો સવાલ

મોરબી : આજે સમગ્ર દેશમાં ગુજરાત મોડેલની વાહ વાહી થઈ રહી છે ત્યારે હજુ પણ રાજ્યના અનેક ગામડાઓમાં પીવાના પાણી માટે નર્મદા યોજના અને પાઈપલાઈન મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે પરંતુ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગજડી ગામ માટે સરકારે પીવાના પાણી માટે કૂવો ખોદવાની યોજના બનાવતા આશ્ચર્ય સર્જાયું છે.

વાત જાણે એમ છે કે ટંકારા તાલુકાના છેવાડે આવેલ ગજડી ગામના લોકો વર્ષોથી નર્મદા પાણીની કાગાડોળે રાહ જોઈ રહ્યા છે ત્યારે આ સ્વપ્ન તો કેદી પુરુ થાશે એ વાત પછીની છે પરંતુ હાલ પાણીની સમસ્યાને પહોચી વળવા તંત્ર દ્વારા આઝાદી પુર્વેના કુવા દ્વારા તરસ છીપાવવા ની તરકીબ અજમાવી રહ્યા છે તેમા સફળતા મળે છે કે નહી તે તો આવનારો સમય બતાવશે પણ આ બાબતે હાલમાં ભારે ચર્ચા જાગી છે.

- text

ગજડી ગામને હાલ તો પાણીના ટાકાથી વિતરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ જો પેટાળમાંથી પાણી નિકળે તો બિજા ગામડાની જેમ મોટર દ્વારા ટાકા ભરી નળમા પાણી વાપરવાનું સ્વપ્ન સાકાર થઈ જાય આ માટે વહીવટી તંત્ર દ્વારા પાચ લાખથી વધુ ની ગ્રાન્ટ ફાળવી છે જે ચર્ચા નો વિષય બની છે. બીજી તરફ ગજડી ગામના રહેવાસી અને ટંકારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મંજુબેન વિનોદભાઈ ડાંગરે પાણીના ટાંકા ઉપર નિર્ભર ગામ માટે પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ ઉઠાવી છે.

- text