મોરબીના વિરપર (મચ્છુ)ગામના બાળકના જન્મદિવસે પ્રેરણાદાયી ઉજવણી

- text


મોરબી : વિરપર (મચ્છુ) ગામે રહેતા અને ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 2માં અભ્યાસ કરતા ચાવડા કેવિન વિનોદભાઈનો આજે જન્મદિવસ છે.ત્યારે તેના પરિવારજનોએ કેક કાપી કે મોંઘીદાટ ગિફ્ટ આપવાને બદલે તેની શાળામાં ભણતા અન્ય બાળકોને શિક્ષણમાં મદદરૂપ થવા માટે બાળકોને શૈક્ષણિક કીટ ભેટ આપી પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરીને સમાજને નવો રાહ ચીંધ્યો છે. કેવિનના જન્મદિવસ નિમિતે તેની શાળામાં સાથે ભણતા ધોરણ 2 અને ધોરણ 3 ના બાળકોને સ્કેચપેન,પેન્સિલ, નોટબુક, કલર વગેરે શેક્ષણિક વસ્તુઓની ગિફ્ટ આપીને જન્મદિવસ ઉજવ્યો હતો.

- text

- text