હળવદની શાળા નંબર-૪ના વિદ્યાર્થીઓએ બ્રાહ્મણી ડેમ-૨નો પ્રવાસ કર્યો

- text


હળવદ તાલુકાનો ઐતિહાસિક અને પૌરાણિક ગણાતા કેદારનાથ ધામ તરીકે પ્રસિદ્ધ મહાદેવના મંદિરે શાળાના બાળકોએ પ્રવાસની મોજ માણી

હળવદ : હળવદ પે સેન્ટર શાળાના બાળકોને આજરોજ બ્રાહ્મણી ડેમની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા ઉપરાંત ઐતિહાસિક અને પૌરાણિક ગણાતા કેદારનાથ ધામ તરીકે પ્રસિદ્ધ મહાદેવના મંદિરની મુલાકાત કરવામાં આવી હતી.

મોરબી દરવાજા બહાર આવેલ શ્રી પે સે.શાળા નંબર-૪નો એક સુંદર પર્યટન પ્રવાસનું આયોજન કરાવવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૩થી ૮ના મળીને કુલ ૩૭૨ વિદ્યાર્થીઓને સામેલ કરાયા હતા. તો સાથો સાથ શાળાના આચાર્ય રાજુભાઈ જાકાસણીયા અને અન્ય સ્ટાફના શિક્ષકો જોડાયા હતા. સવારે ૧૦ વાગે શાળાથી પ્રવાસ માટે રવાના થયા હતા. હળવદ તાલુકાનું એક માત્ર હરવા ફરવા લાયક સ્થળ ગણાતો ઐતિહાસિક અને પૌરાણિક એવું કેદારનાથ ધામ તરીકે સુપ્રસિદ્ધ મહાદેવનું મંદિર અને જળ સિંચાય યોજના તથા નદી અને ડેમની ઐતિહાસિક માહિતી શાળાના શિક્ષકો દવારા આપવામાં આવી હતી.

- text

ત્યાર બાદ બપોરે બાળકોને ભરપેટ ભોજન કરાવાયું હતું અને ત્યાં મેદાનમાં રમતોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં કોથરા દોડ, લીંબુ ચમચી, ત્રીપગી દોડ, રામ રાવણ, રસ્સા ખેંચ તથા અન્ય રમતો રમાડવામાં આવી હતી. ખરેખર બાળકોને શાળાની ચાર દીવાલ બહારના વાસ્તવિક અનુભવો અને પર્યટન દ્વારા જીવનના અવિસ્મરણીય અનુભવો કરાવી નદી, ડેમ, સિંચાય યોજના જેવા શૈક્ષણિક સંકલ્પનાની સમજ કેળવી હતી. આ પ્રવાસ દરમિયિાન શાળા નં.૪ના વિદ્યાર્થીઓએ પર્યાવરણ વિશે સમજણ મેળવી પ્રવાસની મોજ માણી હતી. ત્યાર બાદ સૌ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ સાંજે પાંચ વાગે શાળાએ પરત ફર્યા હતા. આમ એક સુંદર અને અદભુત પર્યટનનું આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યુ હતું.

- text