મોરબીમાં એક જ દિવસમાં વધુ ચાર ઘડિયા લગ્ન લેવાયા

- text


કડવા પાટીદાર સમાજની ક્રાંતિકારી પથ ઉપર આગેકૂચ જારી

મોરબી : મોરબી જિલ્લામાં વસવાટ કરતા કડવા પાટીદાર સમાજ દ્વારા ક્રાંતિકારી પહેલ કરી લગ્નમાં લખ લૂંટ ખર્ચ કરવાને બદલે સાદાઈથી સગાઈ અથવા તો કંકુ પગલાં સમયે જ ઘડિયા લગ્ન કરવાની પરંપરા યથાવત ચાલુ રહી છે ગત રવિવારે એક જ દિવસમાં ચાર – ચાર નવદંપતીઓ સાદાઈપૂર્વક લગ્નના બંધને બંધાયા હતા.

શ્રી ઉમિયા સમૂહ લગ્ન સમિતિ મોરબીના વડીલોની અપીલને પગલે ગત તા. 9ને રવિવારના રોજ મૂળ ખાખરેચી ગામના અને હાલમાં મોરબીમાં રહેતા નવનીતભાઈ મગનભાઈ પરેજીયાની સુપુત્રી ચી.જુલીબેનના શુભલગ્ન મૂળ મહેન્દ્રગઢ હાલ મોરબી નિવાસી બચુભાઈ છગનભાઇ મેરજાના સુપુત્ર ચી. ભરતભાઈ સાથે યોજાયા હતા. એજ રીતે મૂળ જેતપર હાલ મોરબી નિવાસી રામજીભાઈ મહાદેવભાઈ જાકાસણીયાની પુત્રી ચી.ભાવિકના શુભલગ્ન મૂળ તરઘરી હાલ મોરબી નિવાસી શાંતિલાલ ફૂલતરીયાના સુપુત્ર ચી.કિશન સાથે યોજાયા હતા.

આ ઉપરાંત હળવદ તાલુકાના મેરૂપર ગામના ઝવેરભાઈ અમરશીભાઇ નારિયાણીની સુપુત્રી ચી.અલ્કાબેનના શુભલગ્ન નવા દેવળીયા ગામના જયંતીભાઈ મગનભાઈ અઘારાના સુપુત્ર ચી.ભાવેશકુમાર સાથે યોજાયા હતા અને અન્ય એક ઘડિયા લગ્ન પણ આજ દિવસે યોજાયા હોવાનું ઉમિયા સમુહલગ્ન સમિતિની યાદીમાં જણાવાયું છે.

- text

- text