પડઘો !!! મોરબીમાં ચાર કલાકમાં મોતનો કૂવો બુરાયો

- text


જો પાલિકા આવીને આવી નીતિ રાખે તો મોરબીમાં રામના રાજ ! રામચોકમાં જોખમી ખાડો યુદ્ધના ધોરણે બુરતા લોકો રાજીના રેડ

મોરબી : મોરબી પાલિકા તંત્ર સૌ કોઈ માને છે તેવું નિંભર ન હોવાનું આજે સાબિત થયું છે ! મોરબી અપડેટમાં ચાર કલાક પહેલા એ…એ…ગઈ…રામચોકમાં કારનું ધબાય નમઃ હેડિંગ સાથે પ્રસિદ્ધ થયેલ સમાચારનો જબરદસ્ત પડઘો પડ્યો છે અને પાલિકાના શાસકોએ ગણતરીની કલાકોમાં જ તાબડતોબ આ મોતના કુવા જેવો ખાડો બુરી નાખ્યો છે.

મોરબી શહેરમાં શનાળારોડ, વાવડી રોડ, જીઆઇડીસી, લાતીપ્લોટ સહિતના તમામ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણા મોતના કુવા જેવા બન્યા છે અને કેટલીક જગ્યા એ તો લોકો પોતાની રીતે જુગાડ કરી ટાયર કે અન્ય ચીજો ભૂગર્ભના ખાડામાં રાખી લોકોને જળુંબતા ભયથી ચેતવી રહ્યા છે ત્યારે આવા જ એક કિસ્સામાં સવારે આઇટેન કાર રામચોક નજીક ભૂગર્ભના ખુલ્લા ખાડામાં ખાબકતા સમાચાર મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થયા હતા અને અત્યંત જાગરૂક અવસ્થામાં આવી ગયેલ મોરબી પાલિકાના તંત્ર વાહકોએ ફટાફટ આ ગંભીર ઘટનાની નોંધ લઈ નવા ઢાંકણ નાખવા કોન્ટ્રાકટરની ટીમને મોકલી આપી હતી.

- text

જો મોરબી પાલિકા આમને આમ જાગૃત બની લોકોની ફરિયાદ દૂર કરવા માંડે તો મોરબીમાં પણ ચોક્કસ પણે રામનું રાજ આવી શકે તેમ છે !!!

- text