યોગ્ય ઉમેદવારો ન મળતા મોરબી ટ્રાફિક બ્રિગેડની ભરતી મુલત્વી

- text


૪૦ ટ્રાફિક વોર્ડનની ભરતી માટે ૧૨૫ ઉમેદવારો જ આવ્યા ! યોગ્ય લાયકાત ન હોવાથી ભરતી જ મોકૂફ

મોરબી : ટ્રાફિક વોર્ડનની પોસ્ટ માટે અમદાવાદ જેવા શહેરોમાં ભણેલા ગણેલા યુવક – યુવતીઓ રીતસર લાઈનો લગાવી છે ત્યારે મોરબીમાં ટ્રાફિક બ્રિગેડની ભરતીમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ન મળતા આખે – આખી ભરતી પ્રક્રિયા જ મોકૂફ રાખવી પડી હતી.

પ્રાપ્ત વિગતો માટે તાજેતરમાં મોરબી અને હળવદ ટ્રાફિક વિભાગ માટે ટ્રાફિક વોર્ડનની ભરતી કરવા શારીરીક યોગ્યતા ચકાસણી માટે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા પરંતુ આશ્ચર્ય જનક રીતે ૪૦ ટ્રાફિક વોર્ડનની જગ્યા સામે ફક્ત ૧૨૫ ઉમેદવારો જ ભરતી પ્રક્રિયામાં આવ્યા હતા જેમાં મોટાભાગના ઉમેદવારો દસ ધોરણ પણ પાસ ન હોવાથી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ન મળતા ભરતી મોકૂફ રાખવામાં આવી હતી.

- text

ઉલ્લેખનીય છે કે અમદાવાદ રાજકોટ જેવા શહેરોમાં ટ્રાફિક વોર્ડનની નોકરી મેળવવા એમબીએ થયેલા અને ગ્રેજ્યુએટ ઉમેદવારો પણ લાઈનો લગાવતા હોય છે ત્યારે સીરામીક હબ મોરબીમાં ઉમેદવારોને ટ્રાફિક બ્રિગેડની નોકરીમાં રસ ન હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.

જો કે રદ થયેલી ટ્રાફિક વોર્ડનની ભરતી માટે હવે નવા ધારાધોરણો સાથે નવેસરથી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

- text