મોરબી ગેંગવોર પીડિત પરિવારની મુલાકાત લેતા કોંગ્રેસ અગ્રણીઓ

- text


વિધવા માતાએ બાળક ગુમાવતા સરકારને સત્વરે આર્થિક સહાય આપવા રજુઆત કરતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા

મોરબી : તાજેતરમાં મોરબી કાલિકા પ્લોટમાં થયેલ ગેંગવોર માં નિર્દોષ બાળકનો ભોગ
લેવાયેલ છે અને એક બાળાને ગંભીર ઈજા થયેલ. આ ગમખ્વાર બનાવમાં કોળી સમાજનો પિતા વિહોણો બાળક વિશાલ મૃત્યુ પામેલ છે. તેમના પરિવારમાં તેમની માતા નિરાધાર બનેલ છે અને એક મુસ્લિમ સમાજની બાળાને પણ ઈજાઓ થયેલ છે આ સંજોગોમાં ધારાસભ્ય મેરજા સહિતના કોંગી આગેવાનો પીડિતોને સાંત્વના પાઠવી સરકારી સહાય માટે રજુઆત કરવા પીડિતોને ખાતરી આપી હતી.

- text

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા તથા પ્રદેશ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારી, શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારી, બક્ષીપંચના આગેવાન સુરેશભાઈ શિરોયા વિગેરેએ મૃતક વિશાલ બાંભણીયાના ઘેર જઈ તેમની માતાને સાંત્વના પાઠવી સરકારમાંથી સહાય અપાવવા રજુઆત કરવા ખાત્રી આપી હતી. ઉપરાંત આ કરૂણ બનાવમાં એસ.પી. અને કલેકટર સમક્ષ તાત્કાલિક ગુન્હેગારોને પકડવા તથા મૃતક બાળક અને ઈજાગ્રસ્ત મુસ્લિમ બાળાનાં
પરિવારને આર્થિક સહાય આપવા રજુઆત કરેલ છે.

મોરબી ઉદ્યોગ નગરીમાં પરપ્રાંતિય લોકો મોટી સંખ્યામાં રહે છે અને આવા બનાવોમાં સામેલ રહેતા હોઈ તાત્કાલિક સલામતિ સાથે આર્થિક સહાય મળે તેવી વ્યવસ્થા કરવા માંગણી કરેલ છે.

- text