મોરબીમાં આયુષ્યમાન ભારત યોજનામાં ગંભીર છબરડા

- text


સાચા લાભાર્થીઓના નામ ન હોવાની તથા યોજનાની સ્લિપમાં નામ અને સરનામામાં ગોટાળા થયાની અને સરકારી નોકરિયાતો પણ લાભાર્થી બની ગયાની રાવ : રી-સર્વેની માંગ

મોરબી : પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને આયુષ્માન ભારત યોજનામાં સરકારી અધિકારીઓની બેદરકારીને કારણે અનેક જાતના છબરડા થયાની મોરબીના સામાજિક કાર્યકરોએ વડાપ્રધાનને પત્ર લખીને ફરિયાદ કરી છે.આ યોજનામાં જરૂરિયાતવાળા લોકોના નામ ન હોવાની તથા એક પરિવારના અમુકનાજ નામ અને જે લોકોના નામ હોય તેના પણ કાર્ડ ન નીકળતા હોવાની તેમજ સરકારી નોકરિયાતો લાભાર્થી બની ગયાનું જણાવી આ યોજનાનો સાચા લાભાર્થીઓને લાભ મળે તે માટે રી-સર્વેની માંગ કરી છે.

મોરબીના સામાજિક કાર્યકરો સુરેશભાઈ સિરોહીયા અને જયેશભાઇ મકવાણાએ વડા પ્રધાનને રજુઆત કરી હતી કે,પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને આયુષ્માન ભારત યોજનામાં સરકારી અધિકારીઓની બેદરકારીને કારણે અનેક જાતના છબરડા થયા છે. જેમાં આ યોજનામાં હકીકતે જે પાત્રને જરૂરિયાત છે.તેવા લોકોના નામ જ નથી.અને અમુક અમુક તો આખા વિસ્તારના કોઈના નામ આવ્યા નથી.જે લોકોના નામ આવ્યા છે તેમને કાર્ડ મળ્યા નથી.જયારે આ યોજનામાં એક જ પરિવારના અમુકના નામ આવ્યા છે અને અમુકના નામ હજુ સુધી આવ્યા નથી.જોકે,આ યોજનામાં સરકારી નોકરિયાતો લાભ ન લઈ શકતા હોવા તેમના નામોનો સમાવેશ થયો છે.એટલું જ નહીં આ યોજનામાં ધનપતિઓની પણ સ્લીપો આવી છે.તેથી જરૂર કોઈ ઘાલમેલ થઈ હોવી જોઈએ।તેથી 2011માં સર્વે વખતે અધિકારીઓએ શરતચૂકથી ભૂલ કરી છે કે જાણી જોઈને લાગતા વળગતાના નામો લખ્યા છે તે અંગે તટસ્થ તપાસ થવી જોઈએ

- text

વધુમાં તેમણે જણાવ્યું હતું કે,આ યોજનામાં સ્લિપમાં નામ અને સરનામામાં પણ ગોટાળા છે. વર્ષ 2011માં જનગણની સર્વે પ્રમાણે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને આયુષ્માન ભારત યોજનાની નામોની યાદી મૂકી છે.જયારે આ યોજના તો વર્ષ 2018-19ની છે.અત્યારના સમયના જે લોકો ખરા હક્કદાર છે.તેમના આ યોજનામાં નામો નથી તેનું શું કરવું તેથી આ યોજનામાં બાકી રહેતા લોકોને આ યોજનાનો લાભ મળે તે માટે ફરીથી રી-સર્વે કરી તેમના નામો ચડાવવાની માંગ કરી છે.

- text