ગરીબોને અન્ન વગરના રાખતા માળીયા મામલતદાર

- text


ગરીબ પરિવારો ને ન્યાય આપવા આવેદનપત્ર અપાયું

માળીયા : માળીયા તાલુકાના ગરીબ પરિવારને મામલતદાર દ્વારા NFSA યોજનાનો લેબ ન આપવામાં આવતા રોષે ભરાયેલ સ્થાનિક લોકો દ્વારા આવેદનપત્ર પાઠવી તાકીદે ગરીબ પરિવારોને અન્ન સલામતી કાયદાનો લાભ આપવા માંગ કરી હતી.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ માળીયા તાલુકાના રેશનકાર્ડ ધારકો ગરીબ પરિવારોની મહિનાઓથી પેન્ડિંગ પડી રહેલ NFSAની અરજીઓના નિકાલ નહીં કરીને ગરીબ પરિવારો ને અન્ન વિહોણા રાખવા માં આવ્યા છે,૧૨ મહિનાથી ઉપર સમય થવા છતાં અરજીઓનો તાત્કાલિક નિકાલ કરીને યોગ્ય ન્યાય કરવામાં આવતો નથી.

વધુમાં માળીયા તાલુકાના મુખ્ય જવાબદાર અધિકારી તરીકે અન્ય જવાબદાર લાગતા વળગતા અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપીને ગરીબ પરિવારો ન્યાય આપવો એ મામલતદારની ફરજ હોવા છતાં કોઈ પગલા નહીં ભરવામાં આવતા ગરીબ પરિવારોને મહિનાઓ થી અન્ન વિહોણા છે.

ઉલ્લેખનીય છે કે, માળીયા ભાજપના આગેવાન દ્વારા મામલતદાર ઉપર સીધા આક્ષેપ કરી ગરીબોને અન્યાયી વલણ દૂર કરવાની માંગ કરી ભારતીય સંવિધાનનો ઉલ્લંઘન કરેલ હોવાનું પણ આક્રોશ ભેર જણાવ્યું હતું.

રજૂઆતના અંતે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 ના અનુસંધાને ઝડપી કામગીરી કરીને યોગ્ય નિરાકરણ લાવીને મામલતદારને પોતાની ફરજ પૂર્ણ કરવા ટકોર કરી માળિયા મિયાણા ખાતે આવેલ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન ધારકોની પણ મનમાની અને આડોળાઈ જોવા મળે છે જેથી સરકારના નિયમ મુજબ દુકાનધારકોને સરકારને બદનામ કરવાના હીન કૃત્યો કરવાનું બંધ કરાવી ગ્રાહકો ને ભાવ બિલ ના આપવું જેવી મનમાની બંધ કરાવી ઉપરોક્ત તમામ બાબતોને ગંભીરતા થી લઈને આગળ ની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવા માંગ ઉઠાવવામાં આવી હતી.

- text

- text