ટંકારાના નેસડા ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા

- text


ટંકારા : ટંકારા તાલુકાના નેસડા ખાનપર ગામે સિમ વિસ્તારમાં જુગાર રમી રહેલા ત્રણ શખ્સોને પોલીસે 20,200ની રોકડ અને ત્રણ મોટર સાયકલ સાથે ઝડપી લીધા હતા.

જાણવા મળ્યા મુજબ ટંકાર તાલુકાના નેસડા ખાનપર ગામે સિમ વિસ્તારમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા (૧) ઇબ્રાહીમભાઇ ઉર્ફ ઇભુ ગુલાબભાઇ ચૌહાણ, ઉ.વ. ૫૩ ધંધો મજુરી રહે. નેસડા(ખા) તા.ટંકારા, જી.મોરબી(૨) ભરતભાઇ મોહનભાઇ જીવાણી, ઉ.વ- ૫૦ ધંધો- ખેતી રહે- ખાનપર ગામ તા. મોરબી જી.મોરબી અને (૩) માણંદભાઇ ભુરાભાઇ સવસેટા, ઉ.વ- ૬૦ ધંધો- ખેતી રહે- ગજડી ગામ તા. જોડીયા જી.
જામનગર વાળા જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

- text

આ દરોડામાં પોલીસે પટમાંથી 20,200 રોડ અને ત્રણ મોટર સાયકલ મળી કુલ રૂપિયા 70 હજારના મુદામાલ સાથે ત્રણેયની અટકાયત કરી જુગારધારા અન્વયે કેસ દાખલ કર્યો હતો.

- text