ટંકારાના હીરાપર નજીક સ્પીનિંગ મિલમાં આગ

- text


વહેલી સવારે અગમ્ય કારણોસર આગ લાગતા લાખોનુ નુકસાન

ટંકારા : ટંકારા તાલુકાના હીરાપર ગામે આવેલ તથાસ્તુ સ્પિનટેક્સ ઇન્ડસ્ટ્રીઝમાં વહેલી સવારે આગ લાગતા લાખોનું નુકશાન થવા પામ્યું છે, આગને કાબુમાં લેવા મોરબી ફાયર બ્રિગેડે ભારે જહેમત ઉઠાવી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારાના હિરાપર ગામ પાસે આવેલ તથાસ્તુ સ્પિનટેક્ષ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમા આજે સવારે સાડા સાતેક વાગ્યાના સુમારે અચાનક ધુમાડા ના ગોટે ગોટા નિકળતા આગ લાગવાનુ માલુમ પડયું હતું અને ફેકટરી મા રહેલ સાધન સામગ્રી દ્વારા પાણીનો મારો ચલાવી મોરબી ફાયરબ્રિગેડને જાણ કરતા તે તાત્કાલિક દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવા પાણી નો મારો ચાલુ કર્યો હતો.

અઢી કલાકની જહેમત બાદ પણ આગ ચાલુ હોવાનુ અને ૮૦ થી વધુ ગાસડી સાથે સ્પીનિગના દોરા ધાગા સહીત લાખોની નુકશાની થઇ હોવાનુ પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે.આગ બુઝાવવાની કામગીરીમાં મોરબી ફાયર વિભાગના ડી ડી.જાડેજા,વિનય ભટ્ટ, કાર્તિક ભટ્ટ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

- text

 

- text