મોરબીમાં વિનામુલ્યે વિકલાંગ કેમ્પ અને ટ્રાઇસીકલ વિતરણ

- text


મોરબી: અર્પણ ફાઉન્ડેશન રાજકોટ તથા ઇન્ડિયન ફોર ક્લેક્ટિવ- કેલિફોર્નિયા(અમેરિકા) અને નગીનભાઈ જગડા તેમજ ગિરધરલાલ પાનચંદ દલાસ અને ભારત વિકાસ પરીષદ વિકલાંગ કેન્દ્ર અમદાવાદ દ્વારા કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબીના સહયોગથી વિનામુલ્યે વિકલાંગ કેમ્પ તથા ટ્રાંઇસીકલ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે .જેમાં આ માટે પ્રથમ તા.16ને રવિવારે સવારે 8 વાગ્યે મોરબીના નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલ કડવા પાટીદાર કન્યા છાત્રાલય ખાતે વિકલાગોનું માપ લેવાશે. ત્યારબાદ તા.6 જાન્યુઆરી સવારે 8 વાગ્યે કન્યા છાત્રાલય ખાતે જ વિકલાંગોના વિનામુલ્યે સાધન સહાય અપાશે જેમાં વિકલાંગોને કુત્રિમ હાથ,પગ કેલિપર્સ, વૉકિંગ સ્ટિક તથા ટ્રાઇસીકલનું વિનામૂલ્યે વિતરણ કરાશે .ત્યારે આ સાધન સહાયનો લાભ લેવા ઈચ્છાતા વિકલાંગોને મનોજભાઈ ભટ્ટ 99092 09484,ડો.જયેશભાઇ પનારા 98256 21214,દિલીપભાઈ પરમાર 98799 10715, ડો.મનુભાઈ કેલા 9825405076 પરેશભાઈ મિયાત્રા 99799 60477, યોગેશભાઈ જોશી 90339 53224 પર તા.16 સુધીમાં નામ નોંધણી કરવા અનુરોધ કરાયો છે.

- text

#morbiupdate
કેમ્પની વિશેષ માહિતી માટે જુઓ આયોજકો સાથેનો વિશેષ ઇન્ટરવ્યુ..

 

 

- text