મોરબીમાં બે હજાર ના દસ હજાર દેવા પડશે કહી હુમલો

- text


મોરબી : મોરબીની વિશિ હાઈસ્કૂલ પાસે મોટર સાયકલની લેતી દેતીના નાણાંની ઉઘરાણીમાં ત્રણ શખ્સોએ હવે ૨૦૦૦ ના દસ હજાર દેવા પડશે કહી હુમલો કરતા ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ શરીફભાઇ ઉમરભાઇ કટીયા, ઉવ ૨૬ ધંધો સેન્ટીંગકામ ની મજુરી રહે મોરબી-૨ વિશીપરામદીના સોસાયટી વાળાએ મોટર સાયકલ વેચ્યું હોય સામે વાળાએ મોટર સાયકલ પરત આપી અગાઉ આપેલા નાણાં પૈકી ૨૦૦૦ પરત આપવા ઉઘરાણી કરી (૧)હુશેનભાઇ જુસબભાઇ જેડા, રહે વિશીપરા મોરબી-૨ (ર)સલીમભાઇ અકબરભાઇ કટીયા, રહે વિશીપરા મોરબી-૨ અને (૩)સબીરભાઇ ફતેમામદભાઇ કટીયા, રહે વિશીપરા મોરબી-૨ વાળાએ વીશીહાઇસ્કુલ પાસે શરીફભાઈને રોકી મોટર સાઇકલની લેતી દેતીના સુથીના રૂ.૨૦૦૦ની ઉઘરાણી કરી પગના સાથળના ભાગે છરીઓના ઘા મારી ઇજા કરી હતી.

- text

વધુમાંત્રણે આરોપીઓ એ ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી કહેતા ગયેલ કે આજતો તમો બચી ગયેલ છો હવે તમારે મને બે હજારના દશ હજાર આપવા ના થશે નહી આપોતો તમને જાનથી મારી નાખવા પડશે તેવી ધમકી દઇ ભાગી જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text