મોરબી તળાવ કૌભાંડમાં આરોપીઓની વોઇસ સ્પેક્ટોગ્રાફી ટેસ્ટની માંગણી ફગાવતી કોર્ટ

- text


કરોડોના તળાવ કૌભાંડમાં પોલીસે કૌભાંડી ઈજનેર કાનાણી, ધારાસભ્ય સાબરીયા સહિતના વોઇસ ટેસ્ટ માટે માંગી હતી મંજૂરી

મોરબી : મોરબીના ચકચારી નાની સિચાઈ યોજના હેઠળના તળાવ કૌભાંડ પ્રકરણમાં આરોપી કાર્યપાલક ઈજનેર કાનાણી તથા ધારાસભ્ય પરસોતમ સાબરીયા અને હળવદના વકીલ ભરત ગડેસીયા તથા મંડળીના પ્રમુખ ગણપતભાઈ મોહનભાઈ રાઠોડની વોઈસ સ્પેકટોગ્રાફી કરાવવાની મંજુરી માંગતી પોલીસની અરજી મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટમાં ૨દ કરવામાં આવી હતી.

મોરબી જિલ્લાના ચકચારી તળાવ કૌભાંડ મામલે હાલમાં મુખ્ય કૌભાંડી નિવૃત ઈજનેર કાનાણી, હળવદ ધારાસભ્ય પરસોતમ સાબરીયા સહિતના જેલમાં છે ત્યારે તપાસનીશ પોલીસે વોઇસ સ્પેકટોગ્રાફી કરવા અરજી કરવામાં આવી હતી જેની આજે સુનાવણી દરમિયાન બધા જ આરોપીના વકીલ દીલીપ આર. અગેચાણીયા મા૨ફતે ધારદાર રજૂઆત કરવામાં આવેલ કે પોલીસે બધા જ આરોપીના વોઈસ સ્પેકટોગ્રાફી ટેસ્ટ કરાવવા કોર્ટ પાસે જ મંજુરી માંગેલ છે. તે બાબતે જણાવેલ કે ભારતનાં બંધારણના આર્ટીકલ ૨૦(૩) માં દરેક નાગરીકને મૌન રહેવાનો અધીકાર આપવામાં આવેલ છે. અને નામદાર ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તી પારડીવાલા સાહેબનું તા. ૧૮/૦૧/૨૦૧૭ ના રોજ નટવરલાલ અમરશી દેવાણી વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાતનું જજમેન્ટ રજુ કરી દલીલ કરવામાં આવેલ કે આરોપી ને તેની પોતાની વીરુધ્ધ વોઈસ સ્પેકટોગ્રાફી પુરાવો આપવા ફરજે ના પાડી શકાય તેમજ આ કામના તપાસ કરનાર અધીકારી કે સરકારી વકીલ વોઈસ સ્પેકટોગ્રાફી ટેસ્ટ કરાવવા માટે કોર્ટ મંજૂરી આપે તેવો કોઈ પુરાવો રજુ કરી શકેલ નથી.

- text

ઉ૫રોકત તમામ દલીલોના અંતે તથા અરજદાર પક્ષ આરોપી ઈજનેર કાનાણી, ધારાસભ્ય પરસોતમ સાબરીયા, હળવદના વકીલ ભરત ગડેસીયા, તથા મંડળીના પ્રમુખ ગણપતભાઈ મોહનભાઈ રાઠોડ વીગેરેની પોલીસે માંગેલ વોઈસ સ્પેકટોગ્રાફી ટેસ્ટ કરાવવા માટેની અરજી નામંજુર કરેલ બધા જ આરોપીઓ ત૨ફે મોરબીના એડવોકેટ દીલીપ આર. અગેચાણીયા રોકાયેલા હતા.

- text