જિમ વગર ફિટ રહેવું છે ! તો આવો ફિટનેસ ટ્રેનિંગમાં

- text


મોરબી પી.જી.પટેલ કોલેજમાં આવતીકાલે ફિટનેસ ટ્રેઇનર વિજય પરસાણા આપશે માર્ગદર્શન

મોરબી : આજની ભાગદોડ ભરી જિંદગીમાં લોકોને ચુસ્ત સ્ફૂર્ત રહેવા માટે જીમમાં જવું પડે છે ત્યારે જીમમાં ગયા વગર પણ આસાનીથી તંદુરસ્તી મેળવી શકાય છે અને આવી મહત્વપૂર્ણ ટિપ્સ આવતીકાલે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ફિટનેસ ટ્રેઈનર વિજયભાઈ પરસાણા આપશે.

૩૦ વર્ષોના અનુભવી જાણીતા ફિટનેસ ટ્રેઈનર વિજયભાઈ પરસાણા આવતીકાલે તારીખ ૧૧.૧૨.૧૮ (મંગળવાર) ના રોજ સાંજે ૪.૦૦ કલાકે પી.જી. પટેલ કોલેજ ખાતે ખાસ ઉપસ્થિત રહેશે અને કોલેજના વિધાથીઓને ફીટનેસ ટ્રેનીંગ આપશે. ૩૦ વર્ષોના અનુભવી વિજયભાઈ પરસાણા હેલ્થી અને ફિટ કઈ રીતે રહેવું તે સમજાવશે, જેનાથી જીમ વગર ફીટ રહેવાય તે પ્રકટીકલ સમજાવશે.

- text

મોરબીમાં છેલ્લા ૧૫ વર્ષેથી વિધાર્થી જીવન ધડતરમાં અગ્રેસર અને ફકત અને ફકત ભણતરને જ પ્રાધાન્ય આપતી એવી મોરબીની નહી પણ લગભગ સૌરાષ્ટ્રની એક માત્ર એવી કોલેજ છે કે જયાં કોલેજના તમામ વિધાર્થીઓ અને સ્ટાફ દરરોજ યોગથી કોલેજની શરૂઆત કરે છે. અને આ વિશિષ્ટ ઉજવણીના ભાગરૂપે કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજાએ કોલેજના વિધાર્થીઓ માટે આ ખાસ સેશનનું આયોજન કરેલ છે.

આ તકે ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા મોરબીના વિધાર્થીઓ તથા તમામ નાગરીકોને આ શિબિરમાં જોડાવા માટે આમંત્રણ પાઠવ્યુ છે શિબિરમાં જોડાવા માટે મોબાઈલ નંબર 9898288777 તથા 9879370307 આપનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો આ સેશનમાં જોડાવા માટે આપનું રજીસ્ટ્રેશન ફરજીયાત છે.

- text