મોરબી ફાયરીંગ પ્રકરણમાં કેસની કડીઓ જોડવા પોલીસ ઉંધા માથે

- text


હત્યારાઓએ ઉપયોગ કરેલી પિસ્ટલ અને કારટીસ યુપી અને એમપીની બનાવટના : આરોપી હિતુભાના ધરે જડતી દરમ્યાન એક ગેરકાયદે પીસ્ટલ મળી આવી

મોરબી : મુંબઈમાં થતી ગેંગવોર અને ફાયરીંગ જેવા મોરબીના ફાયરીંગ પ્રકરણમાં પોલીસે કેસની કડીઓ જોડવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે,જો કે પોલીસને હજુ સુધી કોઈ મહત્વની કડી હાથ લાગી નથી. જ્યારે આ ઘટનાની ફરીયાદ બાદ આરોપી હિતુભાના શનાળા ખાતેના મકાનમાં એલસીબી સ્ટાફે જડતી હાથ ધરી હતી જેમાં સર્ચ દરમિયાન હિતુભાના ઘરેથી એક લાયસન્સ વગરની પીસ્ટલ મળી આવી હતી. જયારે પોલીસની અલગ – અલગ ટીમ વિવિધ દિશામાં તપાસ શરૂ કરી મહત્વની કડીઓ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે.

મોરબીમાં ક્રાઈમનું હબ ગણાતા કાલીકા પ્લોટમાં શનીવારે સાંજે આરીફ મીર ઉપર હિન્દીભાષી શખ્સોએ અંધાધુંધ ફાયરીંગ કર્યું હતું આ ઘટનામાં એક નિર્દોષ બાળકનો ભોગ લેવાયો હતો.જ્યારે આરીફ મીર સહિત ત્રણને ઇજાઓ પહોંચી હતી.આ ધટનામાં ફાયરીંગ કરનારા હિન્દી ભાષી શખસોમાંથી એક શખ્સ લોકોને હાથે ઝડપાઇ ગયો હતો જેને ટોળાએ માર મારતા હાલ રાજકોટ સારવારમાં છે આ શુટર મુળ બનારસ યુપીના રાજવીરસિંગ ઈન્દ્રદેવસિંહ ક્ષત્રિય હોવાનું અને પોલીસને ગોળ ગોળ વિગતો આપી રહ્યો છે, જેમાં પોતે કામ અર્થે મોરબી થોડા મહિના પહેલા આવ્યો હોવાનું રટણ કરી રહ્યો છે જેને ટોળા સામે માર માર્યાની ફરીયાદ નોંધાવી હતી.

- text

જયારે ફાયરીંગની ઘટનામાં ઘાયલ થયેલા અને હાલ અમદાવાદ સારવારમાં રહેલા આરીફ મીરે આ ઘટનામાં શનાળાના હિતુભા ઝાલા, મુળરાજસિંહ જાડેજા અને વિજયસિંહ કડી તથા અન્ય ચાર અજાણ્યા શખસો સામે ફરીયાદ નોંધાવી છે. આ ફરીયાદ બાદ મોરબી
એલસીબી સહિતની પોલીસ ટીમે શનાળા ગામે હિતુભાના ઘરે જઇ ઝડતી હાથ ધરી હતી.જેમાં હિતુભાના ઘરેથી એક લાયસન્સ વગરની દેશી
બનાવટની પીસ્ટલ મળી આવી હતી. જે અંગે પોલીસે અલગથી ગુનો નોંધી પીસ્ટલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત પોલીસે હાલ ફાયરીંગ પ્રકરણની કડીઓ મેળવવા જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં કુલ ૬ ટીમોની રચના કરી વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે, જો કે ઘટનાના ૪૮ ક્લાક બાદ પણ પોલીસે કોઈ જ મહત્વની કડી હાથ લાગી નથી. જયારે સુત્રોના જણાવ્યા મુજબ આ ધટનામાં બે શૂટરો દ્વારા ફાયરીંગ કર્યાની પુરી શક્યતા છે. આ ઉપરાંત ફાયરીંગ માટે વપરાયેલી દેશી બનાવટની પીસ્ટલ અને કાર્ટીસ યુપી, એમપીમાં બની હોવાની શક્યતા છે. આ ઉપરાંત પોલીસે ધટના સ્થળેથી બે પીસ્ટલ, ૧૬ ફુટેલા અને ૮ જીવતા કાર્ટીસ ઉપરાંત એક છરી પણ કબજે કરી છે. હાલ તો પોલીસ આ પ્રકરણમાં ઊંધા માથે તપાસ કરી રહી છે. તેમ છતાં હજુ કોઈ મહત્વની કડી હાથ લાગી નથી.

- text