મોરબી ફાયરિંગ પ્રકરણમાં ઘાયલ શખ્સે વળતી ફરિયાદ નોંધાવી

- text


અજાણ્યા શખ્સોએ ગેરકાયદે મંડળી રચી મારમાર્યાની ગંભીર ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીમાં શનિવારે સાંજના સમયે ફાયરિંગની ઘટના બાદ સ્થાનિક લોકોએ હિંદીભાષી શખ્સને પકડી બેફામ માર મારતા રાજકોટ હોસ્પિટલમાં દાખલ થયેલા આ શખ્સ હોશોહવાસમાં આવતા આ ઘટના સંદર્ભે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ શનિવારે સાંજે કાલિકા પ્લોટમાં ફાયરિંગની ઘટના બાદ રાજવિરસિંગ ઇન્દ્રદેવસીંગ ક્ષત્રિય ઉવ.૩૪ રહે.મોરબી મુળ-ચૌબેપુર સારનાથ જી.બનારસ યુ.પી.વાળને સ્થાનિકોએ પકડી માર મારતા ગંભીર ઈજાઓ સાથે રાજવીરસિંગને પ્રથમ મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં બે દિવસની સારવાર બાદ શુદ્ધબુદ્ધમાં આવેલા આ ઇસમે અજાણ્યા શખ્સો વિરુદ્ધ એક સંપ કરી ગે.કા.મંડળી રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા માટે લાકડાના ધોકા તથા ધારદાર હથીયાર વડે ફરીયાદીને હાથે તથા પગે ધોકા વડે ઇજાઓ કરી તથા ઇંટના ઘા માથાના ભાગે મારી કોઇ કારણ વગર તેમજ વાસાંના ભાગે તથા ગુદાના ભાગે ધારદાર હથીયારના ઘા મારી ઇજા પહોંચાડતા આ મામલે એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંઘી છે.

- text