મોરબીના રવાપર રોડ ઉપર જયઅંબે સિલેક્શનમાં આગ

- text


વહેલી સવારે આગની ઘટના : ફાયર બ્રિગેડે આગ કાબુમાં લીધી

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર બાપાસીતારામ ચોકમાં આવેલ જય અંબે સિલેક્શન નામની દુકાનમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડે મોરચો સાંભળ્યો હતો.

ઘટના અંગે જાણવા મળ્યા મુજબ આજે વહેલી સવારમાં કોઈ કારણોસર રવાપર રોડ ઉપર બાપાસીતારામ ચોકમાં પહેલા માળે આવેલ જય અંબે સિલેક્શન નામના કપડાના શોરૂમમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, બનાવની જાણ થતાં તુરત જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને કલાકોની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

જો, કે આગનું કારણ જાણવા મળ્યું નથી પરંતુ શોરૂમમાં આગને કારણે મોટા પ્રમાણમાં નુકશાન પહોંચ્યું હતું, આગ બુજાવવાની કામગીરીમાં ડી.ડી.જાડેજા, વિનય ભટ્ટ, કાર્તિક ભટ્ટ, રાયધનભાઈ, જયપાલસિંહ, રુકેશભાઈ અને કિશન ભટ્ટ સહિતના ફાયર સ્ટાફે કામગીરી કરી હતી.

- text

- text