ફાયરિંગની ઘટનામાં સંડોવાયેલાને પકડો : એ ડિવિઝન પોલીસ મથકે લોકોના ટોળાની રજૂઆત

- text


ફાયરિંગની ઘટના પાછળ મુસ્તાક મીરના હત્યારાઓનો હાથ હોવાનો આક્ષેપ

મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં સમી સાંજે અંધાધૂંધ ફાયરિંગની ઘટનામાં એક નિર્દોષ બાળકના મોતની સાથે સાથે આરીફ મીરને ઇજાઓ પહોંચતા આ સમગ્ર બનાવના મૂળમાં મુસ્તાક મીરના હત્યારાઓનો હાથ હોવાના આક્ષેપો સાથે મોરબી એ ડિવિઝન પોલીસ મથકે સ્થાનિક લોકોના ટોળે ટોળા એકત્રિત થયા છે અને ઘટનામાં સંડોવાયેલ લોકોને તાકીદે પકડવાની માંગ ઉઠાવી છે, બીજી તરફ આ ભરેલા અગ્નિજેવી પરિસ્થિતિને કાબુમાં લેવા તમામ પોલીસને કાલિકા પ્લોટ સહિતના વિસ્તારમાં તૈનાત કરવામાં આવી હોવાનું જિલ્લા પોલીસવડાએ સતાવાર રીતે જણાવ્યું છે.

જાણવા મળ્યા મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં સમી સાંજે લાલ કલરના મોટર સાયકલ ઉપર આવેલ બે શખ્સોએ અંધાધૂંધ ગોળીબાર કરવાની ઘટનામાં આરીફ મીરને ગોળી લાગવાની સાથે વિશાલ લખમણભાઈ બાંભણીયા નામના બાળકના મોતની ઘટના બાદ મોરબીમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે, આ સમગ્ર ઘટના મામલે જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાએ ૩૫ રાઉન્ડ ગોળીબાર થયા હોવાનું અને ઘટના સ્થળેથી એક હથિયાર મળી આવ્યું છે ત્યારે આ ઘટનાના તાર મુસ્તાક મીર હત્યા કેસ સાથે જોડાયેલ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

બીજી તરફ જિલ્લા પોલીસવડા એ જણાવ્યું હતું કે બે શૂટરો પૈકી એકને લોકોએ ઝડપી લઇ માર મારતા તેને પણ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું અને આ શખ્સ ઉપર પોલીસનો જાપતો ગોઠવી દેવાયો છે અને એ સ્વસ્થ બન્યા બાદ સમગ્ર બનાવમાં કોણ સંડોવાયેલ છે તેનો ભેદ ખુલે તેમ હોવાનું જણાવ્યું હતું.

દરમીયાન આ ફાયરિંગની ઘટનામાં અગાઉ મુસ્તાક મીર ની હત્યા કરનાર અને હાલમાં ફરાર ઈસમો જ સંડોવાયેલ હોવાનો આરોપ લગાવી સ્થાનિક ૨૦૦ થી વધુ લોકોએ એ ડિવિઝન પોલીસ મથકમાં એકત્રિત થયા હોવાનું જાણવા મળ્યું છે.

જો કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે હાલમાં જિલ્લા પોલીસવડા દ્વારા મોરબી તાલુકા પોલીસ, બી- ડિવિઝન પોલીસ, એલસીબી, એસઓજી સહિતની તમામ પોલીસ ટીમોને એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં તૈનાત કરી પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.

- text

છેલ્લે મળતા સમાચાર મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકેથી રજુઆત કરી બહાર નીકળેલા ટોળાએ ઠાકર લોજ માં જમવા આવેલા લોકોના બહાર પડેલા વાહનો પછાડી દઈ આક્રોશ વ્યક્ત કરતા પોલીસને દોડવું પડ્યું હતું જો કે હાલ પરિસ્થિતિ કાબુમાં હોવાનું જાણવા મળ્યું છે.


મોરબી અપડેટના સમાચારો આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ માટે નીચેની લિંક પર ક્લીક કરો અને મોરબી અપડેટની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN


મોરબી કાલિકા પ્લોટની ફાયરિંગની ઘટના અંગે મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાનું ઇન્ટરવ્યુ, જુઓ વિડિઓ
#morbiupdate

વિડિઓ જોવા નીચેની લિંક પર ક્લીક કરો..

 

આ ઘટનાના આગળના ન્યુઝ વાંચવા નીચેની લિંક પર ક્લિક કરો.

મોરબી કાલિકા પ્લોટમાં થયેલ અંધાધૂંધ ફાયરિંગમાં એક નિર્દોષ બાળકનું મોત

 

મોરબીના કાલિકા પ્લોટમાં અંધાધૂંધ ફાયરિંગ : પાંચ ઘાયલ

 

- text