હળવદમાં ઘોડીપાસાની જુગાર કલબ ઝડપાઇ

- text


હળવદ : હળવદના પંચમુખી મહાદેવ મંદિર ઢોરા નજીક જાહેરમાં ઘોડીપાસાની કલબ ચાલુ થતા પોલીસે દરોડો પાડી ત્રણ જુગારીઓને ઝડપી લીધા હતા.

જાણવા મળ્યા મુજબ હળવદના પંચમુખી ઢોરો મહાદેવના મંદીર પાસે (૧) શરીફ મહમદભાઇ, ઉવ ૩૫ રહે. હળવદ ભવાનીનગર ઢોરો લાંબીદેરી તા.હળવદ (૨) ટીનાભાઇ રાયસીંગભાઇ થરેસા, ઉવ ૫૯ રહે હળવદ પંચમુખી ઢોરો અને (૩) સંતોષભાઇ તખાભાઇ મજેઠીયા, ઉવ.૩૩ રહે.હળવદ પંચમુખી ઢોરોવાળા જાહેરમાં ઘોડીપાસા વતી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂ.૧૧,૧૪૦ તથા ઘોડી પાસા નંગ ૨ સાથે ઝડપાઇ જતા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text