મોરબીના ઉમા વિદ્યા સંકુલમાં ફાયર સેફટી સેમિનાર યોજાયો

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા વિદ્યા સંકુલ ખાતે બાળકોમાં ફાયર સેફટી અંગે જનજાગૃતિ લાવવા આજરોજ ફાયર સેફટી સેમિનાર યોજી પ્રત્યક્ષ જાણકારી આપવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ સામાકાંઠા વિસ્તારમાં પ્રવૃતિઓ માટે અગ્રેસર રહેતી ઉમા વિદ્યાસંકુલમાં આજરોજ ફાયર સેફટી સેમિનાર યોજાયો જેમાં નગરપાલિકા ફાયર વિભાગની ટીમ દ્વારા 1200 થી પણ વધુ વિદ્યાર્થીઓને ફાયર વિભાગ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ સેમિનારમાં આગ લાગે તો શું કરવું ? તે અંગે પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. આ સાથે ફાયર સેફટીના કાર્બન ડાયોક્સાઇડ ટેન્ક તથા બિલ્ડીંગ પરથી ઉતરવા માટે રસ્સાની અલગ અલગ ગાંઠ કઈ રીતે વાળવી તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- text

અંતમાં ફાયર ટેન્કનું પ્રેસર કેટલું હોય તથા ડૂબતા માણસને કઈ રીતે બચાવવો તે અંગે ડેમોસ્ટ્રેશન કરી પ્રત્યક્ષ માહિતી આપવામાં આવી હતી.આ તકે ફાયર ઓફિસર ડી.ડી.જાડેજા તથા તેમની ટીમના વિનયભાઈ ભટ્ટ, કાર્તિકભાઈ ભટ્ટ, વસંતભાઈ પરમાર તથા દિનેશભાઇ પડાયાનો ઉમા વિદ્યા સંકુલ પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text