મોરબીના રવાપર-ઘૂનડા રોડ પર સરકારી ખરાબામાં દબાણ હટાવાયું

- text


અગાઉ દબાણ દૂર કર્યું છતાં ફરી દબાણ થતા તંત્રએ કડક કાર્યવાહી કરી

મોરબી:રવાપર ઘૂનડા રોડ પર આવેલ સરકારી ખરાબામાં થયેલા દબાણને સરકારી તંત્રએ હટાવી દીધું હતું.જો કે આ સ્થવે અગાઉ દબાણ દૂર કર્યા બાદ પણ દબાણ થઈ જતા તંત્રએ આજે આ કડક કાર્યવાહી કરી હતી.

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ સરકારી ખરાબામાં કેટલાક શખ્સોએ વંડો કરીને પાંચ વીઘા જમીનમાં દબાણ કર્યું હતું . ત્યારે આ ગેરકાયદે દબાણની ફરિયાદ ઉઠ્યા બાદ આજે મોરબી મામલતદાર કચેરીના ઈન્ચાર્જ સુમરા સહિતના સ્ટાફે આ દબાણ દૂર કરવાની કરી હતી.જેમાં મામલતદાર સહિતની ટીમે આજે પોલીસ બંદોબસ્તને રાખી રવાપર ધૂનડા રોડ પર સરકારી જમીન પર થયેલા દબાણને દૂર કરી ને પાંચ વીઘા જમીનને ખુલ્લી કરી દીધી હતી.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે આ જગ્યા પર અગાઉ પણ દબાણ થયું હતું જે તે સમયે તંત્રે આ દબાણને હટાવી દીધું હતું.ત્યારે ફરીથી કેટલાક શખ્સોએ સરકારી તંત્રને ઘોળીને પી જઇ નિયમોની એસી તેસી કરીને આ સરકારી જગ્યાને પચાવી પાડવાનો હીન પ્રયાસ કરતા અંતે તંત્રએ કોઈની શહે શરમ રાખ્યા વગર કડક કાર્યવાહી કરી આવા તત્વોને જોરદાર લપડાક આપી હતી.

- text