મોરબીના ઘૂંટુ રોડ ઉપર ડમ્પરે રીક્ષા ઉલાળી

- text


મોરબી : મોરબીના જુના ધુટુ રોડ ઉપર બેકાબુ ડમ્પર ચાલકે ઓટો રિક્ષાને ઉલાળતા રિક્ષામાં મુસાફરી કરનાર મુસાફરને ઇજા પહોંચતા ફરિયાદ નોંધાઇ છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જુના ઘુટુ રોડ ઉપર ડમ્પર નંબર GJ-36-T-5797ના ચાલકે સી.એન.જી.રીક્ષા નંબર GJ-36-U-1899 ને પાછળથી ભટકાડી ફંગોળી દેતા રિક્ષામાં બેઠેલા કાળુભાઈ રામલાભાઈ ચૌહાણ, આદીવાસી ઉવ.૨૭ રે. એલીક્ષ સીરામીક ઉંચીમાંડલ તા.જી.મોરબી મુળગામ જીરાવાદીયા તા.જી.જાંબવા મધ્યપ્રદેશવાળાને ઇજાઓ પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text