આ લોકઅપ કહેવાય ! મોરબીમાં પોલીસ સ્ટેશનની મુલાકાત લેતા વિદ્યાર્થીઓ

- text


સાર્થક વિદ્યામંદિરના બાળકોને તમામ જાણકારી આપી મો મીઠું કરાવી યાદગાર ભેટ આપતું બી ડિવિઝન પોલીસ સ્ટેશન

મોરબી : આવનારી પેઢી પોલીસની મિત્ર બને અને કાયદાનું પાલન કરે તેવા ઉમદા આશયથી સાર્થક વિદ્યામંદિર મોરબીના વિદ્યાર્થીઓને બો ડિવિઝન પોલીસ મથકની પ્રત્યક્ષ મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં બાળકોએ પોલીસની કામગીરી નિહાળી હથિયાર અંગે જાણકારી મેળવી હતી તો આ મુલાકાતને યાદગાર બનાવવા બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા બાળકોને મો મીઠા કરાવી યાદગાર ભેટ આપવામાં આવી હતી.

ગઈકાલે મોરબીના સાર્થક વિદ્યામંદિરના ધોરણ ૯ના વિદ્યાર્થીઓએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી આ તકે પીઆઇ આઈ.એમ.કોંઢીયાએ વિદ્યાર્થીઓ સાથે મૈત્રીસભર અને માહિતી પૂર્વકનો વાર્તાલાપ કર્યો. તેમની સાથો-સાથ પીએસઆઇ જાડેજા, કોન્સ્ટેબલ ભાનુભાઈ બલાસરા, ચંદુભાઈ ચૌહાણે વિદ્યાર્થીઓને ઉપયોગી તમામ માહિતી પ્રદાન કરી હતી.

પોલીસ મથકની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને પોલીસની કામગીરી, P.S.O. ઓફિસની માહિતી, લોક-અપ અને જેલની માહિતી, ઈલેક્ટ્રીક રૂમ, કોમ્પ્યુટર રૂમ, ઈન્ટ્રોગેશન, ઇન્વેસ્ટિગેશન મોબાઈલ, F.P. ક્રાઈમ રૂમ, ક્રાઈમ રાઈટર હેડની મુલાકાત, વહીવટી કામગીરી પોલીસ કોન્ફરન્સ, મિટિંગ રૂમની મુલાકાત, હથિયારોની વિગતવાર માહિતી તથા ઉપયોગ વગેરેની ખૂબ જ રસપ્રદ માહિતી પૂરી પાડવામાં હતી.

અંતમાં વિદ્યાર્થીઓની પ્રશ્નોત્તરીના સંતોષપૂર્વક જવાબ પુરા પાડવામાં આવ્યા હતા અને મુલાકાતના અંતે બી. ડિવિઝન પોલીસ સ્ટેશન તરફથી વિદ્યાર્થીઓને મોં મીઠુ કરી શિક્ષણ ઉપયોગી ભેટ આપવામાં આવેલી હતી આમ, આ શૈક્ષણિક મુલાકાત યોજવા માટે અનુમતી અને માહિતી આપવા બદલ સાર્થક વિદ્યામંદિરના સંચાલક દ્વારા સમગ્ર બી. ડિવિઝન પોલીસ સ્ટેશનનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text