મોરબી : મારામારીના ગુન્હામાં નાસતા ફરતા બે ઝડપાયા

મોરબી : મોરબી નાસતા ફરતા સ્ક્વોડ દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હામાં છેલ્લા ત્રણેક વર્ષથી નાસતા ફરતા મુકેશ બચુ મકવાણા અને ચતુર મુકેશ મકવાણા રે.દેવીપૂજકવાસ જામનગર વાળાને ઝડપી લઇ મોરબી સિટી એ ડિવિઝન પોલીસને હવાલે કર્યા હતા.