ભાવનગર પોકસો કેસનો આરોપી મોરબીમાંથી ઝડપાયો

 

નાસતા ફરતા સ્ક્વોડ દ્વારા કાર્યવાહી

મોરબી : ભાવનગર નિલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલ સગીરા અપહરણ કેસનો નાસતો ફરતો આરોપી મોરબીમાં હોવાની બાતમીને પગલે નાસતા ફરતા સ્ક્વોડ દ્વારા આરોપીને લીલાપર રોડ ઉપરથી ઝડપી લઈ ભાવનગર પોલીસને સોંપવા કાર્યવાહી કરવામાં આવી હતી.

મોરબી નાસતા ફરતા સ્ક્વોડ આજે પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પો.હેડ કોન્સ. દિનેશભાઇ છનાભાઇ તથા
પો.કોન્સ. ઉજવલદાન ગઢવીની બાતમી મળેલ કે ભાવનગર જીલ્લાના
નીલમબાગ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.- ૧૨૬/૧૮ આઇ.પી.સી. કલમ-૩૬૩, ૩૬૬,૩૭૬ તથ પોકસો
ધારાની કલમ- ૪,૮,૧૨,૧૮ મુજબના ગુનાના કામનો નાશતો ફરતો આરોપી સત્યપાલસિંહ ઉર્ફે
લાલો મહિપતસિંહ રાઠોડ જાતે, ઉવ.૨૧ રહે. સાત હનુમાન સોસાયટી, લીલાપર રોડ,
મોરબીવાળો લીલાપર નવાગામ રોડ ઉપર
અંજલી પેકેજીંગ કારખાના પાસે છે જેને પગલે ટીમે સી.આર.પી.સી કલમ-૪૧(૧)આઇ મુજબ ધોરણસર અટક કરી
આરોપીનો કજો ભાવનગર નિલમબાગ પો.સ્ટે, સોંપવા કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની આ કામગીરી મોરબી નાસતા ફરતા સ્કવોડના પોલીસ સબ ઇન્સ. એ.બી. જાડેજા, પો.હેડ કોન્સ. દિનેશભાઇ હનાભાઇ, પો.હેડ કોન્સ. ચંદુભાઇ કાળુભાઇ, પો.કોન્સ. ઉજવલદાન ગઢવી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા તથા રવિરાજસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.