વાંકાનેર પોલીસે પકડેલા ૨૫ વાહનોની હરરાજી કરતી પોલીસ

- text


૨૦૧૦ થી ૨૦૧૪ દરમિયાન ગુન્હામાં વપરાયેલ વાહનોની જાહેર હરરાજીમાં સરકારને ૧.૧૮ લાખની આવક

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ દ્વારા વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૪ દરમિયાન ગુન્હાના કામે જપ્ત કરાયેલા કુલ ૨૫ વાહનોની જાહેર હરરાજી કરવામાં આવતા સરકારની તિજોરીમાં ભંગાર વાહનોના વેચાણ થકી ૧.૧૮ લાખની આવક થવા પામી હતી.

વાંકાનેર સીટી ઇન્ચાર્જ પીઆઇ એમ.જે.ધાધલના જણાવ્યા મુજબ વાંકાનેર સીટી પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૪ દરમિયાન જુદા – જુદા ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ સાયકલ ૨૧, છકડોરીક્ષા ૧, અતુલ રીક્ષા ૧, સીએનજી રીક્ષા ૧, તથા ટાટા મેજીક ૧ મળી કુલ રપ વાહનોની હરરાજી કરવામાં આવી હતી.

- text

આ હરરાજી જુદા જુદા વિસ્તારોમાંથી કુલ ૧૪ ધંધાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં કુલ રપ વાહનો વેંચાણ થતા જી.એસ.ટી. સહિત કુલ રૂ. ૧,૧૮,૦૦૦ લાખની આવક થવા પામી હતી.

- text