પેટ્રોલ – ડીઝલમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરનારને રૂ.૩ લાખની અકસ્માત સહાય

- text


ઓમકાર પેટ્રોલ પંપ દ્વારા ડિજિટલ ટ્રાઝેક્શન અંગે સેમિનાર યોજાયો

મોરબી : વાહનચાલકોમાં ડિજિટલ ટ્રાન્જેક્શ અંગે જાગૃતિ લાવવા આજે મોરબી ખાતે ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં ડીજીટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા જે વાહન ચાલકો ડિજિટલ ટ્રાન્જેકશન કરે તેમને ૩ લાખની અકસ્માત સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

ઓમકાર પેટ્રોલ પંપ મોરબી દ્વારા હોટલ વર્ધમાન ખાતે ડિજિટલ ટ્રાન્ઝેક્શન અંગે સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સખ્યામાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓ હાજર રહ્યા હતા. આ તકે ટ્રાન્સપોર્ટના ધધાર્થીઓને સ્માર્ટ કાર્ડ આપવામાં આવ્યા હતા.

આ સેમિનારમાં ભારત પેટ્રોલિયમના અધિકારી અશ્વિનભાઈ તથા ઓમકાર પેટ્રોલ પંપના વિશ્વરાજ સિંહ જાડેજા તથા ધરતી રોડ લાઇન્સના દિનેશભાઇ રાઠોડે આજના ડિજિટલ યુગમાં ડિજિટલ ટ્રાઝેક્શનની આવશ્યકતા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પેટ્રોલ પંપે પેટ્રોલ કે ડિઝલ પુરાવવા માટે રોકડમાં થતા વ્યવહારમાં ગફલત થતી હોય છે ત્યારે આ ડીઝીટલ ટ્રાઝેક્શનમાં થતો વ્યહવાર એકદમ ચોખ્ખો અને પારદર્શક રહે છે .તેથી તમામ ટ્રાન્સપોટરોને ડીઝીટલ ટ્રાઝેક્શનનો ઉપયોગ કરવા પર ભાર મુકયો હતો.

- text

આ તકે ડિજિટલ ટ્રાઝેક્શનનો ઉપયોગ કરનારના વાહનના ચાલકને અકસ્માતમાં રૂ.૩ લાખની સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

- text