મોરબી ટ્રાફિક બ્રિગેડની ભરતીમાં ૮મીએ શારીરિક કસોટી

મોરબી : મોરબી જીલ્લા ટ્રાફિક બ્રિગેડમાં સભ્યની ભરતી કરવા અંગે ફોર્મ ભરેલ ઉમેદવારો માટે આગામી તા. ૮/૧૨/૨૦૧૮ના રોજ સવારે ૮ વાગ્યે મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશન પરેડ ગ્રાઉન્ડ ખાતે શારીરિક કસોટી યોજવામાં આવી છે જેથી ફોર્મ ભરનાર તમામ ઉમેદવારોએ પોતાના શૈક્ષણીક લાયકાત તથા રહેણાંકના પુરાવા માટેના જરૂરી દસ્તાવેજો સાથે શારીરીક કસોટી માટે હાજર રહેવા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા જણાવાયું છે.