મોરબીના નાગલપરમાંથી સગીરાનું અપહરણ કરનાર ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ મથક હેઠળ નોંધાયેલ ગુન્હામાં સર્કલ ઓફિસરની ટીમ દ્વારા કાર્યવાહી

મોરબી : મોરબી તાલુકાના અમરાપર (નાગલપર) ગામેથી સગીરાને ભગાડી જનાર આરોપીને ઝડપી લેવામાં મોરબી સર્કલ પોલીસની ટીમને સફળતા મળી છે પોલીસે અપહરણ કરનારની સાથે સગીરાને અને સગીરાના પુત્રને પણ શોધી કાઢ્યા હતા.

ગુજરાત રાજ્યમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ રાખવામાં આવતા મોરબી સર્કલ પોલીસ ઇન્સપેક્ટર આર.કે.ઝાલા, એ.એસ.આઇ.અનંતરાય ડી.પટેલ, પોલીસ કોન્સ.
અરવીદસિંહ ડી.પરમાર તથા હીતેષદાન ગઢવી સહિતની ટીમ દ્વારા ખાનગી બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસ મથકમાં ૨૦૧૭માં નોંધાયેલ સગીરા અપહરણ કેસમાં આરોપી અતુલ બટુકભાઈ ઉચાણા, રહે.અમરાપર તા.મોરબીવાળાને ઝડપી લઈ ભોગ બનનાર સગીરાને તેના પુત્ર સાથે શોધી કાઢી આરોપીને જાતીય સતામણી તેમજ પોકસો કાયદા હેઠળ અટક કરી ગુનો શોધી કાઢવામાં સફળતા મેળવી છે.