મોરબી : નવયુગ કેરિયર એકેડમી દ્વારા ડેમો લેક્ચર

તા.10થી 12 ડિસેમ્બર દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આયોજન

મોરબી : નવયુગ કેરિયર એકેડમી મોરબી દ્વારાઆગામી તા.10થી 12 ડિસેમ્બર દરમિયાન વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીના ભાગરૂપે ડેમો લેક્ચરનું આયોજન કરાયું છે.

મોરબીના ઓમશાંતિ કોમ્પ્લેક્સ રવાપર રોડ ખાતે આવેલ નવયુગ કેરિયર એકેડમી ખાતે તા.10, 11 અને 12 ડિસેમ્બરના રોજ એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા તલાટી કમ મંત્રી, બિન સચિવાલય ક્લાર્ક, ટેટ, ટાટ, જુનિયરકલાર્ક, કોન્સ્ટેબલ અને વનવિભાગમાં યોજાનાર ભરતીની તૈયારી માટે ડેમો લેક્ચર યોજવામાં આવશે, આ ડેમો લેક્ચરમાં જોડાવા ઇચ્છતા યુવક – યુવતીઓએ રજીસ્ટ્રેશન માટે મોં.9727247472 અથવા 9687747472 ઉપર સંપર્ક સાધવા નવયુગ એકેડમીના પી.ડી.કાંજીયા અને દુશ્યંતભાઈ પટેલની યાદીમાં જણાવાયુ છે.