મોરબીમાં જન્મદિવસે સેવાયજ્ઞનો પ્રારંભ કરતા સંજય શેઠ

મોરબીના સંજય કેટરર્સવાળા સંજયભાઈ શેઠનો આજે જન્મદિવસ

મોરબી : મોરબીના સુવિખ્યાત સંજય કેટરર્સવાળા સંજયભાઈ શેઠનો આજે જન્મદિવસ છે, જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવા આજે તેઓએ મોરબીના નગરજનો માટે મુશ્કેલીના સમયે ઉપયોગમાં આવતી વ્હીલ ચેર, ટોઇલેટ ચેર , બગલઘોડી, એલબો , યુરીન પોટ,બેક રેસ્ટ, વોકર અને એર બેડની વિનામૂલ્યે સેવા આપવાનો સેવાયજ્ઞ આરંભ્યો છે.

તા.૬-૧૨-૧૯૭૯ના રોજ વાકાનેરમા જન્મેલા અને ૧૯૯૩મા પરીવાર સાથે મોરબીમાં સ્થાયી થયેલા સંજયભાઈ મહીપતલાલ શેઠ (સંજય કેટરસઁ) નો આજે જન્મદીવસ છે. આજથી સંજય કેટરસૅ ગ્રુપ દ્વારા મોરબીના જરૂરિયાતમંદ લોકો માટે વ્હીલ ચેર, ટોઇલેટ ચેર , બગલઘોડી, એલબો , યુરીન પોટ,બેક રેસ્ટ, વોકર અને એર બેડની સેવા શરૂ કરી છે અને બધી જ સેવાઓ મફતમાં ઉપલબ્ધ છે. સમગ્ર જૈન તથા જૈનેતરો મોરબીના લોકો આ સેવા મેળવી શકે છે વધુ વિગતો માટે મો.9909215520/9428260048,નિસગૅ જે શાહ, 8238601986 વિશાલ સુખડીયા, 9408916633 મોકષેશ દોશી અથવા 8460477737 જીગનેશ શાહનો સંપર્ક કરવો

મોરબીમાં જન્મદિવસે અમુલ્ય સેવાયજ્ઞ શરૂ કરનાર સંજયભાઈને મોં.૯૮૯૮૨૯૪૧૨૩ ઉપર ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.