સોનુ, મોનુ, ચીકુ ચાલ ફન સ્ટ્રીટમાં ! રવિવારે મોરબીમાં ફન સ્ટ્રીટ

શેરી રમતો જીવન્ત રાખવા મોરબીમાં રવિવારે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અબાલ વૃધ્ધોને જુદી – જુદી 21 રમતો રમાડશે

મોરબી : આજના મોબાઈલ યુગમાં શેરી રમતો ભુલાઈ છે ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપ, જિલ્લા વહીવટી તંત્ર અને મોરબી નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે આગામી રવિવારે મોરબીમાં ફનસ્ટ્રીટ કાર્યક્રમ હેઠળ જુદી – જુદી 21 રમતો રમાડવા માટે આગામી 9 ડિસેમ્બરે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવશે.

યંગ ઇન્ડિયા ગ્રુપ, જિલ્લા વહીવટી તંત્ર અને મોરબી નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે આગામી 9ડિસેમ્બરને રવિવારના રોજ ફનસ્ટ્રીટ કાર્યક્રમ યોજાશે જેમાં સવારે8.30 થી 10.30 વાગ્યા દરમિયાન જીઆઇડીસી મેઈન રોડ મોરબી ખાતે બાળકો થી માંડી અબાલ વૃધો માટે ઝુંબા, દોરડા ખેચ, ખો- ખો, કબડ્ડી, ડાન્સ, દોરડા કુદ, સ્કેટિંગ, નાગોલ, મ્યુઝિક ચેર, કરાટે, સાયકલિંગ, લાઈવ સ્કેચ, લાઈવ ટેટ, લખોટી, ટાયર ફેર, જમ્બો સાયસીડી, કોથળા દોડ, આર્ટ એન્ડ ક્રાફટ સહિત ૨૦ જેટલી રમતો રમાડાશે.

વધુમાં ફન સ્ટ્રીટની સાથે સાથે બાળકોમાંથી મોબાઈલનું વળગણ દૂર થાય તેવા પ્રયાસ હાથ ધરવા આ કાર્યક્રમો યોજવામા આવી રહ્યો હોવાનું યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જણાવાયું છે તદ્દન વિનામૂલ્યે યોજાનાર આ કાર્યક્રમમાં વધુને વધુ મોરબીના નગરજનો ભાગ લે તેવો અનુરોધ કરાયો છે.