મોરબીમાં કડકડતી ઠંડીમાં ગરીબોને હૂંફ આપતી શહેર કોંગ્રેસ ટીમ

રાત્રે ઠંડીમાં થર થર ધ્રુજતા 150 બે સહારા લોકોને ગરમ ધાબળા ઓઢાળી માનવતા મહેકાવી

મોરબી: ઠંડીની સિઝન શરૂ થઈ ચૂકી છે.ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં રખડતું ભટકતું જીવન ગુજારતા બેસહારા લોકોની ઠંડીમાં ગરમ કપડાં વગર ઠુઠવાઈ જતા હોય છે .તેથી મોરબી શહેર કોંગ્રેસની ટીમે શહેરના વિવિધ સ્થળો પર રાત્રી દરમ્યાન ઠંડીમાં ઠુઠવતા આવા 150 લોકોને ગરમ ધાબળાની હૂંફ આપી માનવ સેવા પરમોધર્મ હોવાની પ્રતીતિ કરાવી હતી.

મોરબીમાં શિયાળાની સિઝનની શરૂઆતને પગલે શહેરના વિવિધ માર્ગો અને સ્થળો પર રખડતું ભટકતું જીવન ગુજારતા અને ત્યાંજ રાત્રી દરમિયાન સુઈ રહેતા નિઃસહાય લોકોની ગરમ કપડાં વગર ઠંડીમાં કફોડી હાલત થઈ જાય છે.તેથી આવા લોકોને ઠંડીમાં ગરમ ધાબળાનું રક્ષણ આપવા મોરબી શહેર કોગેસના નવનિયુક્ત પ્રમુખ રામજીભાઈ રબારી અને તેમની ટીમે પ્રેરણાદાયી કાર્ય હાથ ધર્યું હતું.જેમાં શહેર કોંગ્રેસની ટીમે મોરબીના નવા બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન રોડ, બન્ને પુલની નીચે ઝૂંપટપટ્ટી સહિતના વિસ્તારોમાં રાત્રી દરમિયાન જઈ ગરમ કપડાં વગર ઠંડીમાં ધ્રુજતા બેસહારા 150 જેટલા લોકોને ગરમ ધાબડાની હૂંફ આપી હતી.

જોકે કોંગ્રેસની ટીમે આ સ્થળોએ સુતેલા લોકોને ઠંડીથી રક્ષણ આપવા ગરમ ધાબળા ઓઢાડી દેતા અચાનક ગરમ હૂંફ મળતા ઝબકીને ગયેલા લોકો આ સેવા ભાવના જોઈને ગદગદિત થઈ ગયા હતા.