મોરબીમાં તા.15 અને 16મીએ કેન્સર નિદાન કેમ્પ

મોરબી : નવા ડેલા રોડ ઉપર આવેલી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત અને મહેતા પરિવાર આયોજિત ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી -3 ખાતે તા.15ને શનિવારે સાંજે 4 વાગ્યે તથા તા.16ને રવિવારે સવારે 10 વાગ્યે કેન્સરના દર્દીઓ માટેવિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્સર નિષ્ણાત ડો. વિક્રમભાઈ સંઘવી કેન્સરના દર્દીઓનું નિદાન તથા યોગ્ય તપાસ કરશે। આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર ડો. હસ્તીબેન મહેતાનો અગાઉથી સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.