આમરણમાં મુંબઈથી આવેલા મહેમાનોએ તીનપતિ માંડીને પોલીસ ત્રાટકી

20 હજાર રોકડા સાથે મોરબી તાલુકા પોલીસ મથકની હવા ખાવી પડી

મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામે મુંબઈથી આવેલા મહેમાનો તીનપત્તી રમવા બેઠાને પોલીસે છાપો મારતા ચાર ઈસમો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

મોરબી તાલુકના આમરણ ગામે ભગવાનજીભાઇ શંભુભાઇ થારૂકીયા, ઉવ-૩૬ રહે.લાઇન્સનગર મોરબી મુળ રહે,આમરણ પગથીયાવાડી શેરી તા-જી-મોરબી (૨) કિશન હેમુભાઇ થારૂકીયા, ઉવ-૨૫ (૩) ગણપત રામસિંગ થારૂકીયા, ઉવ-૩૦ (૪) કિશન હકુભાઇ થારૂકીયા, ઉવ-૨૫ રહે, રહે.હાલ ઘાટકોપર તિલક રોડ કામરાજ જુના આરટીઓ મુબઇ મુળ રહે, પગથીયાવાડી શેરી આમરણ તા.જી.મોરબીવાળા જુગાર રમતા હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી ચારેયને રોકડા રૂપિયા ૨૦,૩૫૦ સાથે ઝડપી લીધા હતા.