માળિયામાં પોણા બે કરોડના દારૂનો કચ્ચરઘાણ

માળીયા પોલીસ મથકમાં 33432 બિયર અને 48338 ઈંગ્લીશ દારૂની બોટલો ઉપર બુલડોઝર ફરી વળ્યું

માળીયા : માળીયા મિયાણા પોલીસ મથકની હદમાંથી ઝડપી લેવામાં આવેલા અંદાજે પોણા બે કરોડની કિંમતના દારૂ અને બિયારણ જથ્થાનો આજે ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

માળિયા મિયાણા પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનાના કામે જપ્ત કરવામાં આવેલ ઇંગ્લીશ દારુની બોટલ નંગ ૪૮૨૩૮ તથા બિયરની બોટલ નંગ ૩૩૪૩૨ મળી કુલ બોટલ ૮૧૬૭૦ કે જેની કિ.રૂ.૧,૭૨,૦૨૧૦૦ આજ રોજ માળીયા મીયાણાના જુના રેલવે સ્ટેશન આગળ અગરીયા હોલની પાસેના મેદાનમા નાશ કરવામાં આવતા રીતસર દારૂની નદી વહી હતી.