મુખ્યમંત્રી મારા ખિસ્સામાં હો ! સરપંચે દારૂની દુકાન ખોલી નાખી

- text


હળવદના ઇશ્વરનગર ગામે વાડીએ દારૂની ખેતી ચાલુ કરી : સરપંચે ચોરી ઉપરસે સીનાજોરી કરી કેસ ન થાય તે માટે દબાણ લાવ્યું

હળવદ : મુખ્યમંત્રી મારા ખિસ્સામાં ! મંત્રી તો હું કહું તો જ પાણી પીવે ! ધારાસભ્યને પાસે તો મારા ઘરના કામ કરાવું !! આવી શેખી મારનાર હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામના સરપંચે વાડીએ ખેતી કરવાને બદલ ઈંગ્લીશ દારૂનો વેપલો ચાલુ કરતા ગઈકાલે મધ્યરાત્રીએ પોલીસની ઝપટે ચડી ગયો હતો, જો કે સરપંચના પાગિયા દારૂની હેરફેર કરતા રંગે હાથ ઝડપાઇ ગયા બાદ મુખ્ય સૂત્રધાર સરપંચનું નામ ખુલતા ગાંધીનગર સુધી દોરડા ધનધણાવી ફરિયાદ ન નોંધાઇ તે માટે હવાતિયાં માર્યા હતા પણ મક્કમ પોલીસે ગુન્હો નોંધતા સરપંચની હવા નીકળી ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે હળવદના ઇશ્વરનગર ગામે ઈંગ્લીશ દારૂનો મોટાપાયે વેપાર ચાલતો હોવાની બાતમીને આધારે પોલીસે ઇશ્વરનગર ગામની સીમમાં દરોડો પાડતા ગામના સરપંચે જ દારૂના ધંધામાં ઝંપલાવ્યું હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી હતી. આ દરોડા દરમિયાન પોલીસે અજિત ઉર્ફે કેસરિયો ભોપાભાઈ ઉડેચા, ઉ.૨૨, રે.ઇશ્વરનગર અને સવજી સિંધા સુરેલા, ઉ.૨૨, રે.ઇશ્વરનગર વાળાને મોટર સાયકલ ઉપર વિદેશી દારૂની બોટલ નંગ – ૩૫, કિ.૧૦૫૦૦, મોટર સાયકલ નંગ- ૨ કિંમત રૂ.૪૦,૦૦૦ અને મોબાઈલ નંગ – ૩૦૦૦ મળી કુલ રૂ.૫૩,૫૦૦નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.

- text

જો કે વાત અહીંથી અટકતી નથી પોલીસની પ્રાથમિક પૂછપરછ માં જ બન્ને બુટલેગરોએ પોતાના આકા એવા અશ્વિન ભીમજીભાઈ પટેલ જ આ દારૂના વેપારનો શેઠ હોવાની ચોંકાવનારી કબૂલાત આપી હતી.નવાઈની વાત એ છે કે અશ્વિન ઇશ્વરનગર ગામનો સરપંચ છે અને અગાઉ પાસ, કોંગ્રેસનો હાથ પકડી છેલ્લે ભાજપ સાથે જોડાણ કરી સરપંચ બન્યો છે.

આ ચોકવનાર દારૂના દરોડામાં પોલીસે સરપંચ અશ્વિન ભીમજી પટેલે જેની પાસેથી વિદેશી દારૂ ખરીદી દારૂની દુકાન ખોલી હતો તેવા રાણેકપર ગામના મહેશ બચુનું નામ પણ ખોલી નાખ્યું છે અને ભારે રાજકીય દબાણ વચ્ચે પણ હળવદ પોલીસે સરપંચ તથા દારૂ સપ્લાયરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text