ચરાડવા સહજાનંદ ગુરૂકુળના સંચાલક સહિત ત્રણ વિરુદ્ધ દુષ્કર્મ મામલે ફરિયાદ

- text


સમાજ સેવિકાને એડમિશન આપવાને બહાને અવાર નવાર દુષ્કર્મ આચરાયુ હોવાનો ઘટસ્ફોટ

હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામમાં આવેલ સહજાનંદ ગુરૂકુળના શાસ્ત્રી સહિતના ત્રણ શખ્સોએ સમાજ સેવિકાને એડમિશન આપવાને બહાને ૨૦૧૬થી અવાર નવાર દુષ્કર્મ આચરતા આ મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

આ ચોકવનારી ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા સમાજ સેવીકાને સહજાનંદ ગુરુકુળમાં એડમિશન આપવાને બહાને સહજાનંદ ગુરુકુલના સંચાલક શાસ્ત્રી લલીતભાઈ મકનભાઈ પટેલ, રહે. ચરાડવા, અલ્કેશભાઇ મણિલાલ પટેલ રહે ચરાડવા (શાસ્ત્રી લલિતભાઈનો ભાણો) અને એક અજાણ્યો માણસે ચરાડવા ગામે આવેલ સહજાનંદ ગુરુકુળમાં માર્ચ ૨૦૧૬થી અવાર-નવાર દુષ્કર્મ આચરતા લાંબા સમયગાળા બાદ વિધિવત ફરિયાદ નોંધવામાં આવી હતી.

- text

વધુમાં સહજાનંદ ગુરુકુળના સંચાલકો દ્વારા ફરિયાદીને ગુરુકુલમાં એડમિશન લેવા ગયેલ તે વખતે ફરિયાદીની મરજી વિરુદ્ધ આરોપીઓએ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું અને અજાણ્યા માણસે દરવાજો બંધ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે પોલીસે યુવતીની ફરિયાદના આધારે ipc કલમ ૩૭૬, ૫૦૬,૧૧૪ મુજબ ગુનો નોંધી ત્રણેય આરોપીઓને ઝડપી લેવા પી.આઇ. એમ.આર સોલંકીએ તપાસ શરૂ કરી છે.

 

ઉલ્લેખનીય છે કે જેમની સામે ફરિયાદ નોંધાઇ છે તેવા શાસ્ત્રી લલીતભાઈ અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત હતા અને વર્ષ ૨૦૦૬માં ભગવાનો ત્યાગ કરે સંસાર માંડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

- text