૧૩ બળદની કતલના ગુન્હામાં પાંચ વર્ષથી ભાગેડુ આરોપીને ઝડપી લેતી વાંકાનેર પોલીસ

- text


ટાટા સુમો લઈ પીધેલી હાલતમાં નીકળેલા શખ્સની પૂછપરછમાં અમરેલી જિલ્લાના ગુન્હાનો ભેદ ખુલ્યો

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દારૂ પી ટાટા સુમો લઈને નીકળેલા શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા અમરેલી જિલ્લામાં ૧૩ – ૧૩ બળદની કતલના ગુન્હાનો ભેદ ખુલ્યો હતો અને આ ગુન્હામાં પાંચ વર્ષથી નાસ્તા ફરતો આરોપી ઝડપાતા અમરેલી જિલ્લાના ખાંભા પોલીસને જાણ કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીને પકડવા અંગેની ડ્રાઇવ દરમિયાન નેશનલ હાઇવે ઉપર રાજા પેટ્રોલપંપ સામેથી મોહમદયાસીનભાઇ ઉર્ફે કાળીયો ઇમદાદઅલીભાઇ શેખ, ઉવ.૫૫ ધંધો-ભંગારની ફેરી રહે.અમદાવાદ,૪૭,યાસ્મીન સોસાયટી, સોનલ સીનેમાની પાછળ, જુહાપુરા વાળો પોતાના હવાલા વાળી ટાટા સુમો રજી.નં.જી.જે.૧૮.એ.યુ.૫૪૧૪,  કિ.રૂ.૫૦,૦૦૦ વાળી જાહેર રોડ ઉપર લાઈન્સસ વગર કેફી પ્રવાહી પીણું પીધેલ હાલતમાં ચલાવી નીકળતા મળી આવતા એમ.વી.એક્ટ કલમ-૧૮૫,૩-૧૮૧ મુજબનો ગુન્હો નોંધી આરોપીની પુછપરછ કરતા આરોપીએ ચોકવનારી કબૂલાત આપી હતી.

- text

આરોપી મોહમદયાસીનભાઇ ઉર્ફે કાળીયો ઇમદાદઅલીભાઇ શેખની કબૂલાત મુજબ આજથી પાંચેક વર્ષ અમરેલી જિલ્લાના ખાંભા ખાતે ૧૩ બળદોને કતલ કરેલ હતી અને આ બાબતે
તપાસ કરતા ખાંભા પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુ.ર.નં.૦૧/૨૦૧૩ આઇ.પી.સી.કલમ-૨૯૫, ૪૨૯ તથા પશુ ધાતકીપણાની કલમ-૧૧-એલ. વિગેરે ના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી હોવાનું જાણવા મળતા સી.આર.પી.સી.કલમ-૪૧(૧) આઇ મુજબ અટક કરી ખાંભા પોલીસ સ્ટેશનને ઇ-મેઇલથી જાણ કરેલ છે આમ, ખાંભા પો.સ્ટે.ના ગુન્હામાં પાંચ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને વાંકાનેર પોલીસે પકડી પાડેલ છે.

આ કામગીરી ઇન્ચાર્જ પીઆઇ એમ.જે.ધાધલ, એ.એસ.આઇ એન.એન.પારધી, પો.હેડ કોન્સ. અરવીંદભાઇ જાપડીયા,  પો.કોન્સ વિરેન્દ્રસિંહ ઝાલા, પો.કોન્સ અરવિદભાઇ ઓળકીયા, સંજયસિંહ જાડેજા, મહેન્દ્રભાઈ વડગામા અને હરેશભાઇ આગલ સાહિતનાઓએ કરી હતી.

O

- text