મોરબીના સામાજિક કાર્યકર અને પત્રકાર જનક રાજાનો આજે જન્મદિવસ

- text


મોરબી : મોરબીના યુવા પત્રકાર જનક રાજાનો આજે જન્મદિવસ છે. મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના બંગાવડી ગામે તા. ૦૫ ડીસેમ્બરના રોજ જન્મેલા જનક રાજા વધુ અભ્યાસ અર્થે મોરબી સ્થાયી થયા હતા. હાલ તેઓ કચ્છ આમતક ન્યુઝ પેપર & ન્યુઝ ચેનલ, તેમજ ઈન ગુજરાત ન્યુઝ, કેએસ ન્યુઝ, પીટીવી6 ન્યુઝ, ગુજ.લોક ફરિયાદ ન્યુઝ સાથે જોડાઈને લોકોના પ્રશ્નોના ઉકેલ લાવવા કાર્યરત રહ્યા છે.

પત્રકારત્વ ઉપરાંત જનક રાજા સામાજિક સેવાકાર્યમાં પણ આગળ જોવા મળે છે. તેઓ હાલ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ તેમજ રામ રહિમ સેવા ટ્રસ્ટ સહિત વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે તેમજ મોરબીની સિવિલ હોસ્પિટલમાં તેઓ સામાજિક કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે.

- text

આજે તેમના જન્મદિવસે પત્રકારમિત્રો, પરિવાર – સ્નેહીઓ અને રાજકીય સામાજિક અગ્રણીઓ તરફથી મોબાઈલ નં ૯૦૯૯૧ ૧૫૩૧૫ ઉપર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

- text