હિમતવાળા હો ! મોરબીમાંથી ચોર આખે, આખો ખટારો ચોરી ગયા

- text


રવિરાજ ચોકડી નજીકથી ૯ લાખનો ટ્રક ચોરાઈ ગયો

મોરબી : મોરબીમાં તસ્કરો બેફામ બન્યા છે અને એવા તે હિંમતવાન બન્યા છે કે રવિરાજ ચોકડી નજીકથી આખે આખો ટ્રક ચોરી રફુ ચક્કર થઈ ગયા હતા.

માળીયાના નાની બરાર ગામે રહેતા મનુભાઇ નારણભાઇ ચાવડા, ઉવ. ૩૭ ધંધો, ટ્રાન્‍સપોર્ટ તથા ખેતી રહે નાનીબરાર તા.માળીયા મિયાણા વાળાનો ટાટા કંપનીનો ટ્રક, નં. જીજે-૧૨-એયુ.૭૬૭૩, એન્‍જીન નં. 11084021940, ચેસીસ નં. MAT466416B5K16704 કિ.રૂ. ૯ લાખ વાળો રવિરાજ ચોકડી નજીક પેટ્રોલ પમ્પ પાસેથી અજાણ્યા વાહનચોર ઉઠાવી જતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text