મોરબીમાં પોલીસ મથક નજીક ડીંગલ કરતા એક સહિત ૧૧ પીધેલા પકડ્યા

- text


બે હોન્ડા સવાર અને એક ઇકો ચાલક સહિત ત્રણ દારૂ પી સર્પાકારે વાહન ચલાવતા ઝડપાયા

મોરબી : મોરબીમાં કાયદો વ્યવસ્થાની એક બે ત્રણ કરી એ ડિવિઝન પોલીસ મથક સામે જ દારૂ પી છાકટા બનેલા એક સહિત કુલ ૧૧ દારૂડિયાને ઝડપી લઈ પોલીસે નશો ઉતારી નાખ્યો હતો, સાથે સાથે ત્રણ વાહન ચાલકોને દારૂના નશામાં સર્પાકારે વાહન ચલાવતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ગેટ પાસે જ દારૂ પી નશામાં ચૂર બનેલ (૧) ગૌતમભાઇ ઉર્ફે નરેશભાઇ વશરામભાઇ સાવરીયા, ઉ.વ-૪૦ ધંધો- મજુરી રહે- સબજેલ પાસે વાળાને પોલીસે ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું તો શનાળા ધુનડા રોડ (૨) યુવરાજસિંહ લાલુભા જાડેજા, ઉવ ૩૨ રહેવાસી શનાળા ગામ શકતિમાના મંદિર પાસે મોરબી વાળાને
હિરો હોન્ડા કિ. ૧૫૦૦૦ સાથે કેફી પ્રવાહી પીધેલ હાલતમા જાહેર રોડ ઉપર સર્પાકારે પોતાની તથા અન્યો ની જીદગી જોખમાય તેવી રીતના ચલાવી ડ્રાઇવિંગ લાયસન્સ વગર નીકળતા ગુન્હો નોંધ્યો હતો.

એ જ રીતે (૩) રઘુભા નવુભા ઝાલા, ઉ.વ ૩૮ ધંધો મજુરી રહે શનાળા ગામ શક્તિમાંનાં મંદિર ની બાજુમાં મોરબી વાળા પોતાનું હિરો હોન્ડા કી.રૂ.૧૫૦૦૦ નુ લઈ કેફી પ્રવાહી પીધેલ હાલતમા જાહેર રોડ ઉપર સર્પાકારે પોતાની તથા અન્યો ની જીદગી જોખમાય તેવી રીતના ચલાવી ડ્રાઇવિંગ લાયસન્સ વગર નીકળતા મળી આવતા ગુન્હો નોંધ્યો હતો. ઉપરાંત (૪) મનહર ઉર્ફે કાનો રમેશભાઇ ગેડીયા, ઉ.વ ૨૬ ધંધો ડ્રાઇવીંગ રે.આંબેડકરનગર શેરી નં.૩ વાંકાનેર વાળાને બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપરથી મારૂતી ઇકો રજી નં. જી.જે. ૩૬ બી. ૫૫૨૯ કિ.રૂ.૨,૦૦,૦૦૦/- વાળી ગે.કા રીતે જાહેર રોડ પર લાયસન્સ વગર કેફી પ્રવાહી પીણુ પીધેલ હાલતમાં સર્પાકારે આડા અવળુ ચલાવી નીકળતા મળી આવતા ગુન્હો નોંધ્યો હતો.

- text

આ ઉપરાંત (૫) ચિરાગભાઇ પરબતભાઇ સંઘાણી, ઉવ.૩૦ રહે.મોરબી રવાપર ગામ ગૌતમ હોલ સામે કલ્પવૃક્ષ એપાર્ટમેન્ટ બ્લોક નં.૪૦૩ ભાડેથી મુળ-વવાણીયા લક્ષ્મીવાસ તા.માળીયા (૬) જીતેન્દ્ભભાઇ નકલંકભાઇ પરમાર, ઉવ.૫૦ રહે.જાની શેરી દરબાર ગઢ પાસે મોરબી (૭) વસંતપરી ડુંગરપરી ગૌસ્વામી, ઉવ.૪૯ રહે.નાની બજાર ત્રિકમરાયના મંદિરની બાજુમાં તા.જી.મોરબી (૮) યોગેશભાઇ અજીતભાઇ પરમાર, ઉ.વ.૩૨ ધંધો-વેપાર રહે-ભાવનગર આડોડીયાવાસ દીપકચોક (૯) કિશોરભાઇ નરશીભાઇ મકવાણા, ઉ.વ.૩૩ ધંધો-વેપાર રહે-ભાવનગર પરા રેલ્વે વર્કશોપ સામે રેલ્વે લોકો ચાલ (૧૦) જાફરભાઇ કાનાભાઇ સીંધવ, ઉ.વ ૪૯ ધંધો મજુરી રે.ચંદ્રપુર માર્કેટ યાર્ડ પાસે વાંકાનેર અને (૧૧) હરેશભાઇ શામજીભાઇ રાઠોડ, ઉ.વ ૪૦ રે.આરોગ્યનગર વિકાસ ઓઇલ મીલ પાછળ વાંકાનેર વાળાને પાસ પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીણુ પીધેલ હાલતમાં જાહેરમાં લથડીયા ખાતો બકવાસ કરતો છકટો બની મળી આવતા પોલીસે તમામ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

- text